

ગોહનામાં સરકારના બેટી બચાઓના દાવા પર ગ્રહણ લાગતુ નજર આવ્યું. હિસારના 14 સેક્ટરની રહેવાસી કીર્તિન લગ્ન 31 એક્ટોબર 2017ના ગોહના રામ ગલીમાં રહેતો લલિક ગર્ગ સાથે થયા હતા. પરંતુ થોડા દિવસો પછી બંને વચ્ચે બોલાચાલી થવા લાગી, ત્યારબાદ કિર્તી તેના પિયર જતી રહી.


20 દિવસ પહેલા કિર્તીએ એક બાળકને જન્મ આપ્યો હતો. ગુરુવારે કિર્તી તેની પુત્રી સાથે તેના ઘરે(સાસરિયામાં) પહોંચી. કિર્તીએ એવો આક્ષેપ કર્યો હતો કે તેના સાસરીયા વાળાએ તેને અંદર આવવા દીધી નહીં અને તાળુ લગાવીને તમામ ફરાર થઇ ગયા.


હવે કિર્તી તેના પરિવાર સાથે ઘરની બહાર તેની 20 વર્ષ દીકરી સાથે ધરણા પર બેઠી છે.કિર્તી કહે છે કે જ્યાં સુધી તેના સાસરિયા વાળા ઘરમાં અંદર આવવાની મંજૂરી નહીં આપે ત્યાં સુધી તે ત્યાં જ બેસી રહશે.


તો બીજી તરફ કિર્તીના પરિવાર વાળાએ પોલીસ પર આ મામલે કોઇ કાર્યવાહી નહીં કરવાનો આરોપ લગાવ્યો છે. કિર્તીની તાઇએ આરોપ લગાવ્યો કિર્તીને પુત્રી હોવાને કારણે પરિવારે સ્વીકારવામાં આવી નથી.


આ મામલામાં જ્યારે છોકરાના પરિવારજનો સાથે ફોન પર વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે કીર્તી આવી રહી છે તેની કોઇ અમને માહિતી ન હતી. તે અને તેના પરિવાર સાથે કોઇ કામથી ગોહના ગયો છે.


આ મામલામાં જ્યારે છોકરાના પરિવારજનો સાથે ફોન પર વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે કિર્તી આવી રહી છે તેની કોઇ અમને માહિતી ન હતી. તે અને તેના પરિવાર સાથે કોઇ કામથી ગોહના ગયો છે.