

વિશ્વમાં સેંકડો સંસ્કૃતિઓ અસ્તિત્વમાં છે. કેટલાક પુરુષોને વધુ ધ્યાન આપવામાં આવે છે, તો ક્યાંક સ્ત્રીઓને પ્રભાવશાળી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ માત્ર કુદરતના નિયમોને જ માને ત્યાં કેટલીક એવી સંસ્કૃતિઓ પણ છે જેમના નિયમો કુદરત અને સમાજથી વિરુદ્ધ છે. આજે, એવી સંસ્કૃતિ વિશે જાણીએ જેની પરંપરાઓ અત્યંત ક્રૂર છે.


પરંપરા અનુસાર, ઘરના મુખ્ય વ્યક્તિના મૃત્યુની સજા મહિલાઓને જિંદગીભર ભોગવવી પડે છે. ત્યા મહિલાઓની આંગળીઓને કાપી નાંખવામાં આવે છે.


ઇન્ડોનેશિયાના પાપુઆ ગિની દ્વીપ પર રહેનારા દાની જાનજાતિના લોકો દુનિયાની સૌથી દર્દનાક અને ક્રુર પરંપરના નિભાવવા માટે મજબુર છે.


આ પરંપરા અનુસાર, દાનીની જનજાતિના પરિવારજના મોભીના મોતનો શોક જતાવવા માટે, પરિવારની મહિલાઓના બંને હાથની કેટલીક આંગળીઓ કાપી નાખવામાં આવે છે.


અહીંના લોકો અનુસાર, આ દર્દનાક છે, પરંતુ આમા મૃત્યુ પામનારા લોકોને શાંતિ મળે છે. પરંતુ આ દરમિયાન, સ્ત્રીઓ સાથે જે પણ થાય છે, તે કોઈની પણ શક્તિને કચડી નાખે છે.


આંગળી કાપતા પહેલા, સ્ત્રીઓની આંગળીઓને દોરડા વડે બાંધવામાં આવતી હતી, જેથી લોહીનો પ્રવાહ બંધ થઈ જાય. ત્યારબાદ કુહાડીથી તેની આંગળીઓને કાપી નાખવામાં આવે છે.