આજના સમયમાં, એવા ઘણાં વીડિયોઝ ઓનલાઇન છે જે લોકોને મેકઅપથી લઇને રાંધવાની કળા શીખવે છે. આ ટ્યુટોરિયલ વીડિયોએ લૉકડાઉન થયા પછી લોકોને ખૂબ મદદ કરી પરંતુ ઓનલાઇન ઉપલબ્ધ દરેક વીડિયો તમારા ઉપયોગમાં આવતા નથી. ઓસ્ટ્રેલિયામાં રહેતી 21 વર્ષીય ટિલી વ્હાઇટફેલ્ડે બ્યૂટી ટ્રિટમેન્ટનો એક ટ્યુટોરિયલ વીડિયો જોયો હતો. એક ઓસ્ટ્રેલિયન સેલિબ્રિટીને ઓનલાઇન બ્યુટી વીડિયો જોઇને કોપી કરવું મોંઘું પડ્યું. બ્યૂટી ટ્રીટમેંટથી મહિલા પર રિએક્શન આવ્યું છે. જે બાદ તે થોડા સમય માટે અંધ બની ગઈ અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.