અનેક વખત લોકો હવાઇ સફર દરમિયાન કંઇક ભૂલ કરે છે. આવા જ એક વિચિત્ર મામલા વિશે જાણીએ જેને જાણીને તમે વિશ્વાસ નહીં કરી શકો. હાલમાં જ એક એવો મામલો સામે આવ્યો છે જ્યા એક મહિલાને ફ્લાઇટમાં ટેક ઓફ કર્યાના અડધા કલાક બાદ યાદ આવ્યું કે તેમનું બાળક એરપોર્ટ પર જ ભૂલી ગઇ છે. જ્યારે મહિલાને યાદ આવ્યું તો તેમણે ફ્લાઇટમાં ધમાલ મચાવી દીધી અને પ્લેનને પરત એરપોર્ટ પર લઇ જવા માટે જિદ કરી. આ ઘટના સાઉદી અરબના જેદાહથી મલેશિયાના કુઆલાલંપુરની ફ્લાઇટમાં બની. અરબી ભાષામાં બોલતા એરપોર્ટ કન્ટ્રોલ એરપોર્ટનો એક ઓડિયો રેકોર્ડિંગને વીડિયો સામે આવ્યો. જેમા પાયલટથી તેમનું પરત ફરવાનું કારણ બતાવવામાં આવી રહ્યું હતુ. અરબી ભાષામાં બોલતા એરપોર્ટ કન્ટ્રોલ એરપોર્ટનો એક ઓડિયો રેકોર્ડિંગને વીડિયો સામે આવ્યો. જેમા પાયલટથી તેમનું પરત ફરવાનું કારણ બતાવવામાં આવી રહ્યું હતુ. ત્યારબાદ પ્લેનમાં કિંગ અબ્દૂલ અજીજ ઇન્ટરનેશન એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું જ્યા મહિલાને તેમનું બાળક મળ્યું.