દુબઈના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મહિલાએ નાણાં એકત્ર કરવા માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની મદદ માંગી અને તેના દ્વારા તેણે અનેક લોકોને છેતર્યા. ખલીજ ટાઇમ્સના અહેવાલ અનુસાર, મહિલાએ સૌ પ્રથમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તેનું ખાતું બનાવ્યું હતું અને તેના બાળકોના ઉછેર માટે લોક પાસથી નાણાંકીય સહાયની માંગ કરી.
મીડિયા અહેવાલો અનુસાર, મહિલાના ભૂતપૂર્વ પતિએ તેના મિત્રો અને સંબંધીઓને ફોન કરીને જાણવ્યું કે તેની પૂર્વ પત્ની બાળકોની તસવીરનો ઉપયોગ ભીખ માંગવા માટે કરી રહી છે. પતિની ફરિયાદ બાદ પોલીસે મહિલાની ધરપકડ કરી, પોલીસ કહે છે કે દુબઇમાં ઓનલાઇન ભીખ માંગવી અપરાધ છે. આ માટે આરોપીએને ત્રણ મહિનાની અથવા છ મહિનાની જેલ અને તેના પર દંડ પણ લાગુ કરી શકાય છે.