મેરે હાથો મેં નૌ-નૌ ચૂડિયાં હૈં, ગોરી હૈં કલાઈયાં દિલા દે મુઝે હરી-હરી ચૂડિયાં, બોલે ચૂડિયાં -બોલે કંગના...ફિલ્મોમાં બંગડીઓને લઈને હંમેશા પ્રેમ, ફૈશન અને સૌદર્યની વસ્તુ તરીકે રજૂ કરવામાં આવી છે. અસંખ્ય ગીતોમાં, શાયરીમાં અને એક્ટ્રેંસિઝ પણ તહેવારોમાં અલગ અલગ ભાત ભાતની બંગડીઓ પહેરીને ફેન્સ વચ્ચે તેનો ટ્રેંડ બનાવી રાખ્યો છે. પણ બંગડી ફક્ત ટ્રેંડી દેખાડવાનું કારણ નથી. ઘણા ઓછા લોકો જાણતા હશે કે, લગ્ન બાદ બંગડી પહેરવાનું ધાર્મિક સાથે સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે.
ઓલ ઈંડિયા રાઉન્ડ અપ અને સાયન્સ બિહાઈંડ ઈંડિયન કલ્ચર વેબસાઈટના રિપોર્ટ અનુસાર, બંગડી પહેરવાના કેટલાય વૈજ્ઞાનિક કારણ છે. બંગડી કાંડા પર પહેરવાથી તેનાથી સતત ઘર્ષણ થતું રહે છએ. આ ઘર્ષણથી લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. તેની સાથે માનવામાં આવે છે કે, કાંડામાં કેટલાય પ્રેશર પોઈન્ટ્સ હોય છે. જે એક્યૂપ્રેશરનું કામ કરે છે. બંગડી પહેરવાથી તે થોડી થોડી વારે દબાતા રહે છે.જેનાથી હોર્મોનલ બેલેન્સ બની રહે છે. એ પણ એક કારણ છે કે, જૂના સમયમાં પુરુષ પણ હાથોમાં કડા પહેરતા હતા.
બંગડી પહેરવાનું બીજૂ પણ એક વૈજ્ઞાનિક કારણ છે. તેનાથી માતા અને ગર્ભમાં ઉછરી રહેલા બાળક ચિંતામુક્ત રહે છે. ભારતના અમુક ભાગમાં જ્યારે મહિલા મા બનવાની હોય છે, તો ખોળો ભરાવાની રસમ નિભાવામાં આવે છે. આ રસમમાં થનારી માતાને કડા અને બંગડીઓ પહેરાવવામાં આવે છે. માનવામાં આવે છે કે, બંગડીના અવાજથી માતાની સાથે સાથે ગર્ભમાં ઉછરી રહેલા બાળકને પણ તેનો અવાજ સંભળાય છે. સાતમાં મહિનામાં બાળકના બ્રેન સેલ એક્ટિવ થઈ જાય છે અને તે સાઉન્ડને ઓળખવા લાગે છે.
રંગીન બંગડીઓથી મનથી શાંત થાય છે અને આંખોને પણ આરામ મળે છે. આ જ કારણ છે કે, ભારતના અલગ અલગ ભાગમાં બંગડી પહેરવામાં આવે છે અને અહીં રંગોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ક્યાં લીલી તો ક્યાંક પીળી બંગડીઓ પહેરવામા આવે છે. કાંચની બંગડીઓમાં ગોલ્ડનું પણ કામ હોય છે. માનવામાં આવે છે કે, લીલો રંગ શાંત સ્વભાવ અને લાલ રંગ ખરાબ ઉર્જાને દૂર કરવામાં કામ આવે છે.
અમુક લોકો તો એવો પણ દાવો કરે છે કે, સોના, ચાંદીની બંગડીઓ પહેરવાથી સ્વાસ્થ્ય સુધરે છે. સોના અને ચાંદી એવા પદાર્થ છે, જે સ્કીનને ટચ કરવાની પોતાની અસર બતાવે છએ અને તેનાથી શરીરને ઊર્જા મળે છે. તેના કારણે મહિલાઓ અન્ય પ્રકારના ઘરેણાં પહેરે છે. માનવામા આવે છે કે, બંગડીઓ તેને મેટેલિક પ્રોપર્ટી શરીમાં પ્રવેશ કરે છે.