

સોશિયલ મીડિયા (Social Media) પર આ તસવીરો ખૂબ વાયરલ (Viral Photo) થઈ રહી છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યમાં મૂકાઈ જશો. પશ્ચિમ બંગાળ (West Bengal)માં એક પ્લેન બ્રિજ નીચે ફસાઈ ગયું. જેને જોવા માટે ભીડ એકત્ર થઈ ગઈ અને લોકો આવીને ફોટો ક્લિક કરવા લાગ્યા. પ્લેન ઈન્ડિયા પોસ્ટ (India Post)નું હતું.


પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં લોકોને અજબ નજારો જોવા મળ્યો. અહીં એક પ્લન પુલ નીચે ફસાઈ ગયું. દૂરથી જોતાં એવું લાગી રહ્યું હતું કે પ્લેન હાઇવે પર લેન્ડ થયું અને પુલ નીચે ફસાઈ ગયું.


પરંતુ નજીક જઈને જોઈએ તો સાચું ચિત્ર સ્પષ્ટ થાય છે. આ પ્લેનને ટ્રેક પર લૉડ કરીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવી રહ્યું હતું.


ત્યારે ટ્રક ડ્રાઇવરોને પુલની ઊંચાઈનો અંદાજો ન રહ્યો અને પ્લેન બ્રિજની નીચે ફસાઈ ગયું. પ્લેન પર ઈન્ડિયા પોસ્ટ લખેલું છે. બાદમાં તેને કાઢવા માટે અવનવા જુગાડ લગાડવામાં આવ્યા.


પ્લેન ફસાયું હોવાની જાણકારી મળતાં જ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા. આ પ્લેનને 22 પૈડાવાળા ટ્રેલર પર લૉડ કરવામાં આવ્યું હતું. બ્રિજથી બહાર કાઢવા માટે ટ્રેલરના પૈડાઓમાંથી હવા પણ કાઢવાામં આવી, પરંતુ સફળતા નહોતી મળી. આ કારણે હાઈવે પર ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ હતી.