Death of Sultan Bull: હરિયાણાના (Haryana) કૈથલ જિલ્લામાં (Kaithal District) એક એવો પાડો (Bull) હતો જેના શોખ પણ નવાબી હતા. થોડાક દિવસ પહેલા હાર્ટ અટેક (Heart Attack) આવવાથી તેનું મોત થયું. આ પાડાનું નામ હતું સુલ્તાન (Sultan Bull). કૈથલના બુઢાખેડા ગામના સુલ્તાન પાડાએ કૈથલ ઉપરાંત સમગ્ર હરિયાણાનું નામ રોશન કર્યું હતું. તેના માલિક નરેશનું કહેવું છે કે સુલ્તાન જેવા ન કોઈ હતો અને કદાચ ભવિષ્યમાં ન કોઈ હશે. તેના કારણે આજે સમગ્ર ઉત્તર હરિયાણામાં લોકો અમને ઓળખે છે.