બાળકો માટે જમવાનું (Food Recipe for Children) તૈયાર કરવું જેટલું મુશ્કેલ હોય છે, એટલું જ મુશ્કેલ હોય છે એ જમવાનું બાળકોના પેટમાં પહોંચાડવાનું! જમવામાં લગભગ બધા બાળકો આનાકાની કરતા હોય છે. એવામાં તેમને હેલ્ધી ખવડાવવું એ મમ્મીઓ માટે મોટું ટાસ્ક હોય છે. બેલ્જિયમ (Belgium)ની એક મા સાથે પણ આવું જ કંઈક બન્યું, જેના પછી તેણે બાળકોને જમાડવા માટે અત્યંત ક્રિએટિવ પદ્ધતિ (Creative way to feed children) શોધી કાઢી. (Image- Instagram @demealprepper)