

અનેક લોકોને દુનિયા ફરવાનો શોખ હોય છે. પણ બધા જ લોકો આખી દુનિયા નથી ફરી શકતા. પણ કેટલાક તેવા લોકો હોય છે જે દુનિયા ફરી લે છે અને પણ સાવ અનોખી રીતે અને આવા જ એક વ્યક્તિ છે બ્રિટનનો આ યુવાન. બધાથી અલગ કરવાની આશ સાથે આ યુવાને એક પૈડાંની સાઇકલ પર ફરીને ત્રણ વર્ષમાં આખી દુનિયા સર કરી લીધી છે. ફોટો સૌજન્ય ફેસબુક-ED Pratt


આ યુવકે એક પૈડાંની સાઇકલ પર ત્રણ વર્ષમાં દુનિયાના ચક્કર લગાવ્યા છે. એટલું જ નહીં તેણે ચેરેટી માટે અઢી કરોડ રૂપિયાનું ભંડોળ પણ એકત્રિત કર્યું. એડ પ્રેટે 19 વર્ષની ઉંમરે માર્ચ 2015માં ટાઉન સ્થિત સમરસેટથી યાત્રા શરૂ કરી હતી. એક પૈડાંની ચલાવીને તેમણે 21000 મીલની સફર પૂરી કરી. ફોટો સૌ. ફેસબુક- ED Pratt


આ યાત્રા દરમિયાન તેણે 36 ઇંચના નિંબસ ઓરેકલ યુનિસાઇકિલથી જોડાયેલા પૈનિયરમાં એક તંબૂ, સો બેગિંગ, સ્ટવ, થોડો ખાવાનો સામાન રાખતા હતા. આ યાત્રા તેમણે કોઇની પણ મદદ લીધા વગર જાતે પૂરી કરી છે. એડે આ પ્રવાસના ફોટો સોશિયલ મીડિયા સાઇડ પર પોસ્ટ કર્યા છે. તેમણે અનેક દેશોના ખાસ સ્થળોની તસવીર શેર કરી છે. તેમણે યુરોપ અને દક્ષિણ એશિયાના 20થી વધુ દેશોમાં સફર કર્યું છે. ફોટો સૌ ફેસબુક -ED Pratt