

તમે ભૂતપ્રેતની વાર્તાઓ તો અનેક સાંભળી હશે પણ આ વાત જાણીને તમને સૌથી વધુ નવાઇ લાગે તો નવાઇ નહીં. હજી સુધી તો લોકો ભૂત-પ્રેત જોયા હોવાની વાત કરીને ડરનો માહોલ ઊભો કરે છે પણ બ્રિટનની એક મહિલાનો દાવો છે કે તેણે ભૂતની પ્રેમ કર્યો છે. જ્યાં ભૂતનું નામ સાંભળીને લોકો ડરી જાય છે. ત્યાં આ મહિલા અને તેના પ્રેમી સ્ટોરી કંઇક હટકે જ છે. ઇગ્લેન્ડની એક સાચી ઘટના સામે આવી છે. મહિલાની વાત માનીએ તો મહિલાનો દાવો છે કે તે એક ભૂત સાથે રિલેશનશિપમાં છે. એટલું જ નહીં બંને સાથે વિદેશમાં રજા માણવા માટે પણ ગયા હતા. પણ હવે આ લૉંગ ટાઇમ રિલેશનશિપને આ મહિલા તોડવા માંગે છે. ફોટો સૌ. Pxfuel.


બ્રિટનની આ મહિલાનું નામ છે એમથિસ્ટ રીલમ. આ મહિલાએ થોડા સમય પહેલા જ દાવો કર્યો હતો કે તે એક ભૂત સાથે લોંગ ટર્મથી રિલેશનશિપમાં છે. અને બંને તેમના આ સંબંધને લઇને ખૂબ જ સિરિયલ પણ હતા. એટલું જ નહીં મહિલાનો દાવો હતો કે તે ભૂતના બાળકની માતા બનવા પણ તૈયાર હતી. પણ હવે એમથિસ્ટ પોતાનો આ સંબંધ તોડવા માંગે છે. ફોટો ન્યૂઝ 18


વર્ષ 2018માં એક ટીવી ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂમાં રીલમે દાવો કર્યો હતો કે તે અનેક વર્ષથી આ ભૂતના સંપર્કમાં છે. અને દરરોજ અનેક ભૂતોના સંપર્કમાં રહે છે. રિલમે દાવો કર્યો કે તે આ ભૂત સાથે રોમાન્ટિક સંબંધ પણ રાખી ચૂકી છે. ફોટો સૌ. ન્યૂઝ 18


રીલમે પોતાના દાવામાં કહ્યું કે બંને એક સાથે જ ઇંગ્લેન્ડ આવ્યા હતા અને સતત એકબીજાને ડેટ કરતા રહ્યા છે. પણ હવે રિલમે તેવો ખુલાસો કર્યો છે કે તેની અને ભૂતના હવે લગ્ન નહીં થાય. કારણ કે બંનેના સંબંધો હવે પૂરા થઇ ગયા છે. ટીવી ચેનલથી વાત કરતા રીલમે કહ્યું કે અને સાથે ફરવા વિદેશમાં પણ ગયા હતા. અહીં અમે ખૂબ જ અદ્ધભૂત સમય વ્યતિત કર્યો હતો. થાઇલેન્ડથી રજા માણીને પાછા આવ્યા પછી આ ભૂતનો વ્યવહાર બિલકુલ બદલાઇ ગયો હતો. રીલમે કહ્યું કે મને લાગતું હતું કે તેને કોઇ બીજા સાથે પ્રેમ થઇ ગયો હોય. આ પછી તેણે મારી સાથે અલગ રીતનો વ્યવહાર કરવાની શરૂઆત કરી. અને તે લાંબા સમય સુધી ગાયબ રહ્યો અને પછી તેના સ્વભાવમાં અહંકાર આવી ગયો. ફોટો સૌ. Pxfuel


રિલમે જણાવ્યું કે જ્યારે તે ઘરે પાછી ગઇ તો તે બીજી પણ કેટલીક આત્માઓને તેની સાથે લઇને આવ્યા. અને તે અનેક દિવસ અહીં તેમની સાથે રહ્યો. તે બધા ડ્રગ્સ લઇ રહ્યા હતા. પાર્ટી કરી રહ્યા હતા. જે આત્માઓને તે ઘરે લઇને આવ્યો હતો તે અજીબ રીતનો અવાજ કરતી હતી. તે પછી મેં એકલા રહેવાનો નિર્ણય કર્યો. અને હવે અમારા સંબંધો પૂરા થઇ ગયા છે. ફોટો ન્યૂઝ 18