શું તમે આખા ગામમાં એકલા રહી શકો છો તે પણ જ્યારે તમે વુદ્ધ હોવ ત્યારે? આવું વિચારવું કે દૂર દૂર સુધી કોઇ નથી અને તમે જ આખા ગામના માલિક છો થોડું મુશ્કેલ લાગે. પણ અમેરિકા એક મહિલાએ આવું કરી રહી છે. અમેરિકા (America)ના નેબ્રાસ્કા રાજ્યમાં મોનોવી (Monowi) નામનું એક ગામ છે. જ્યાં ખાલી એક વુદ્ધ મહિલા રહે છે. એલ્લી આઇલર નામની આ 86 વર્ષીય મહિલા બારટેન્ડર, લાઇબ્રેરિયન હોવાની સાથે જ આ ગામની મેયર પણ છે. (સૌ. રૉયટર્સ)
અમેરિકાની નેબ્રાસ્કા રાજ્યમાં એક ગામ છે જેનું નામ મોનોવી છે. અહીં એક મહિલા લાંબા સમયથી શાંતિની એકલી જ રહે છે. જ્યારે 2010માં જનગણના થઇ ત્યારે તે આ ગામમાં એક રહેતી એક માત્ર મહિલા હતી. જેની ઉંમર પણ સારી એવી છે. આ મહિલાનું નામ એલ્સ આઇલર છે. અને તેની ઉંમર 86 છે . તે આ ગામની બારટેન્ડર, લાઇબ્રેરિયન અને મેયર પણ છે. કહેવાય છે કે એલ્સી આઇલર આ ગામમાં વર્ષ 2004થી એકલી રહે છે. સૌજન્ય રોયટર્સ
આ ગામ 54 હેક્ટેયરમાં ફેલાયેલો છે. એક રિપોર્ટ મુજબ વર્ષ 1930માં અહીં 123 લોકો રહેતા હતા. પણ તે પછી ધીરે ધીરે વસ્તી ઘટતી ગઇ. વર્ષ 1980માં આ ગામમાં ખાલી 18 લોકો જ રહ્યા હતા. તે પછી વર્ષ 2000માં અહીં ખાલી બે લોકો રહ્યા હતા. એલ્સી આઇલર અને તેના પતિ રુડી આઇલર. વર્ષ 2004માં રૂડી આઇલરની મોત પછી તે એકલી જ આ ગામમાં રહે છે. સૌજન્ય રોયટર્સ
આ સિવાય આ ગામમાં એક પોસ્ટ ઓફિસ પણ છે. પણ ઓછી વસ્તીના કારણે 1967થી બંધ છે. ઉલ્લેખનીય છે કે આ ગામને છોડીને જવા પાછળનું મુખ્ય કારણ રોજગાર છે. કમાવાની વધુ તક ન મળવાના કારણે લોકો અન્ય શહેરમાં શિફ્ટ થઇ ગયા છે. પણ એલ્સી અને તેમના પતિ કદી પણ આ ગામ છોડીને નથી ગયા. 86 વર્ષની ઉંમરથી એલ્સી આઇલર આ ગામમાં એકલી જ રહે છે. સૌજન્ય રોયટર્સ