સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચન 'શરાબી' ફિલ્મનો એક ડાઇલોગ છે. 'મૂછે હો તો નત્થુલાલ જેસી હો, વરના ના હો' આ વાત તો ફિલ્મી દુનિયાની છે પણ રિઅલ લાઇફમાં રાજસ્થાનનાં જયપુરનાં રામ સિંહ ચૌહાણને જોઇને સૌ કોઇ કહે છે કે મૂછેં હો તો રામ સિંહ જેસી હો.. વરના ના હો. જી હાં. રામ સિંહની મૂંછો દુનિયાની સૌથી લાંબી મૂંછો છે.