

ભારતમાં અનોખી પરંપરાઓની કોઈ કમી નથી. તેવી જ રીતે અનોખા મંદિરોની પણ કોઈ કમી નથી. ખાસ વાત એ છે કે, દક્ષિણ ભારતના મંદિરોની શૈલી સૌથી અલગ અને આકર્ષક છે. ત્યા પરંપરાઓ પણ ઘણી જુદી જુદી હોય છે. ત્યાં એક એવું મંદિર છે જ્યાં રોગોથી દૂર રહેવા માટે મરચાથી અભિષેક કરવામાં આવે છે.


હકીકતમાં, વર્ના મુથુ મરિયમ્મન મંદિર, તમિલનાડુનો સૌથી મોટો જિલ્લો વેલ્વુપુરમાં વિશ્વ પ્રસિદ્ધ ઓરોવિલે ઇન્ટરનેશનલ ટાઉનશિપ નજીક એક ગામમાં ઇંધાચવાડીમાં આવેલું છે. આ તહેવાર દર વર્ષે 8 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જ્યા મરચાનો અભિષેક જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. આ લોકોના સ્વસ્થ રહેવાની કામના માટે કરવામાં આવે છે.


મંદિરની પરંપરા અનુસાર, ત્યા ત્રણ સૌથી વરિષ્ઠ લોકો તેમના હાથમાં બંગડી પહેરે છે અને પછી દિવસભર ઉપવાસ કરે છે. આ બાદ, તેમનું મુંડન સંસ્કાર થાય છે. ત્યારબાદ પુજારી તેમને દેવતાઓની જેમ પૂજા સ્થાન પર બેસાડીને તેની પૂજા કરે છે.


ત્યારબાદ તેઓ વિવિધ સામગ્રીઓનો અભિષેક કરે છે. તેમા ચંદન, ફૂલો અને અન્ય પણ સામેલ છે. ત્યારબાદ મરચાનો અભિષેક કરવામાં આવે છે. તે ત્રણને મરચાની પેસ્ટ સાથે સ્નાન કરાવવામાં આવે છે. આ પહેલા તેઓને મરચાંની પેસ્ટ ખવડાવવામાં આવે છે.


ત્યારબાદ અંતમાં પછી તેઓને પાણીથી સ્નાન કરીને મંદિરમાં લઈ જવામાં આવે છે. ત્યા તેમને બળતા અંગારાઓ પર ચાલવું પડે છે. એવું કહેવાય છે કે આ પરંપરા આશરે 85 વર્ષથી નિભાવવામાં આવે છે. વર્ષ 1930માં, હર્રિશ્રીનિવાસને પોતે ભગવાનના દર્શન આપીને લોકોને અહીંના રોગોથી દૂર રાખવા માટે આ પરંપરાને અમલમાં મૂકવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી આ પરંપરા ચાલી રહી છે.