

મધ્ય પ્રદેશના (Madhya pradesh) બૈતૂલમાં અનોખો નજારો જોવા મળ્યો હતો. એક દુલ્હાએ (Groom) બે દુલ્હન (brides) સાથે એક મંડપમાં લગ્ન કર્યા હતા. જેનો વીડિયો ભારે વાયરલ (Video viral) થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક દુલ્હો અને બે દુલ્હનો સાથે ફેરા લેતો દેખાય છે.


આ વીડિયો બેતૂલના ઘોડાડોંગરીના સલૈયા ગામની છે. જાણકારી પ્રમાણે 29 જૂને એક યુવકે એક જ મંડપમાં પોતાની બે પત્નીઓ સાથે સાત ફેરા લીધા હતા. આ લગ્નમાં દુલ્હા-દુલ્હનના પરિવારોની સાથે ગામના લોકો પણ સામેલ હતા. આ પહેલી ઘટના હતી જ્યાં એક મંડપમાં એક દુલ્હો અને બે દુલ્હન હતી.


વરરાજાએ એક સાથે બે દુલ્હન સાથે સાત ફેરા લીધા અને એકસાથે લગ્નની રસમ પણ નીભાવી હતી. આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. સલૈયા ગામના આદિવાસી યુવક સંદીપે હોશંગાબાદ જિલ્લાની એક યુવતી સુનંદા અને ઘોડાડોંગરીની કોયલારી ગામની એક અન્ય યુવતી શશિકલા સાથે લગ્ન કર્યા છે.


ઉલ્લેકનીય છે કે યુવક ભોપાલમાં આઈટીઆઈનો અભ્યાસ કરી રહ્યો હતો. આ દરમિયાન હોશંગાબાદ જિલ્લાની યુવતી સુનંદા સાથે તેની દોસ્તી થઈ હતી. અને દરમિયાન ઘરના લોકોએ ગામની યુવતી સાથે તેમના લગ્ન નક્કી કરી દીધા હતા. ત્યારબાદ લગ્નને લઈને વિવાદ શરૂ થયો હતો.


સ્થાનિક લોકોનું કહેવા પ્રમાણે કેરિયા ગામના યુવકે બે યુવતીઓ સાથે એક સાથે ફેરા લીધા છે. ત્રણે પરિવારોએ મળીને સમાજના વરિષ્ઠ લોકો સાથે બેઠક કરીને નિર્ણય લીધો હતો.


યુવકના લગ્ન બંને યુવતીઓ સાથે કરાવવાનો નિર્ણય લીધો ત્યારબાદ આ લગ્ન થયા હતા. વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક પ્રશાસન પણ હરકતમાં આવ્યું હતું. આ અંગે તપાસ કરવાની વાત ચાલી રહી છે.