

કોઈ પણ મહિલા માટે વિધવા હોવાનું દુઃખથી બીજુ કોઇ મોટું દુઃખ નથી, અને જ્યારે નવી આવનારી દુલ્હન તેના જીવનસાથી સાથે લાંબા સમય સુધી સપના બનાવી રહી હોય. કંઇક આવું થયુ હતું ઉત્તરાખંડમાં રહેનારી કવિતાસાથે, પરંતુ તેમના સાસુ-સસરાથી આ દુખ જોવાયું નહીં એટલે તેમણે એવું પગલું ઉઠાવ્યું કે ચારેય તરફ તેમની જ ચર્ચા થવા લાગી.


ખરેખર, દહેરાદૂનના બાલાવાલ રહેલાસી વિજય ચંદના પુત્ર સંદીપના લગ્ન વર્ષ 2004માં કવિતા સાથે થયા હતા. પરંતુ તેના આગળના વર્ષે હરિદ્વરમાં એવી ઘટના બની કે સંદીપનું મોત થઇ ગયુ. હવે અચાનક પુત્રના મોતથી સમગ્ર પરિવાર આઘાતમાં હતો.


ખરેખર તેના પતિના અચાનક મૃત્યુથી કવિતા પણ સંપૂર્ણપણે તૂટી ગઇ હતી. તે સંદીપ વિશે વિચારીને ડિપ્રેશનમાં આવી ગઇ. ક્યારેક તેમને થયું હતુ કે તે બધું છોડીને તેના માતાપિતા ઘરે ચાલી જાય, પરંતુ તે તેમના વૃદ્ધ માતા-પિતાની કાળજી લેવા માટે રહેવા માંગતી હતી.


કવિતાના સાસુ-સસરાથી પુત્રવધુની આવી હાલત જોવાતી ન હતી, ત્યારબાદ તેમણે એક પ્રશંસનીય પગલું લીધું અને નક્કી કર્યું કે કવિતાના લગ્ન કરવા જોઈએ. પરંતુ સૌથી મોટી સમસ્યા એ હતી કે કવિતા બીજા લગ્ન કરવા માટે સહમત થશે? જો કે, અનેક માનસિકતા પછી કવિતા લગ્ન કરવા તૈયાર થઈ ગઈ.