દિમિત્રી હાલતા-ચાલતા માણસને એક માસ્ક પહેરાવીને મશીન (Ukraine artist create stunning steampunk inspired masks)માં ફેરવી નાખે છે. તેની ફિનિશિંગ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. યુક્રેનના રહેવાસી દિમિત્રી બ્રાગિને સ્ટીમપંક એટલે કે મશીન જેવી ડિટેલ્સવાળા માસ્ક બનાવવામાં સ્પેશ્યલાઈઝેશન કર્યું છે. તેમાં કોઇપણ મૂવિંગ પાર્ટ નથી હોતો. તમે આ જોઈને સમજી શકશો કે આ માસ્ક બનાવવાની પ્રેરણા તેને સાયન્સ ફિક્શન જોનર (Best Science Fiction Films)ની ફિલ્મોથી મળી છે.