પાંચ વર્ષ પહેલાં બે યુવતીઓમાં મિત્રતા થઇ. થોડા સમય બાદ દોસ્તી પ્રેમમાં બદલાઇ. બંનેને એકબીજાને જોયા વગર એક દિવસ પણ ન જતો. તે બાદ બંને યુવતીઓએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. પણ બંને યુવતીઓનાં લગ્નને ન તો સમાજ અપનાવતો ન તો તે સમયે કાયદો અપનાવતો. આ વિચારીને એક યુવતીએ તેનું સેક્સ ચેન્જ કરાવી લીધુ અને તે યુવક બની ગઇ. તે બાદ બંનેએ લગ્ન કરી લીધા
6 વર્ષ પહેલાં એક કેમ્પમાં થઇ હતી મુલાકાત- આશરે 6 વર્ષ પહેલાં બંને યુવતીઓની એક કેમ્પમાં મુલાકાત થઇ હતી. તે સમયે સેક્સ ચેન્જ કરાવનારી યુવતી શિક્ષક હતી જ્યારે તેની પત્ની તેની વિદ્યાર્થિની હતી. બંને સારી મિત્ર બની ગઇ હતી. અને ધીરે ધીરે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ હતી. બાદમાં તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.