મીડિલ ઇસ્ટ દેશ તુર્કીમાં પહેલી સ્વદેશી ફ્લાઇંગ કારનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. હોલિવૂડની કોઇ Sci-fi ફિલ્મ જેવી દેખાતી આ કારનું નામ છે સેજેરી Cezeri રાખવામાં આવ્યું છે. આ કારમાં મોટા બ્લેડ્સ છે 2013માં રીલિઝ કરવામાં આવેલી ટૉમ ક્રૂઝની ફિલ્મ Oblivionની આ કાર તમને યાદ અપાવશે. સેજેરીને તુર્કીના એન્જિનિયર્સે ડિઝાઇન કરી છે. અને ગત વીકે જ ઇસ્તાંબુલમાં તેનું સફળ ટેસ્ટિંગ પૂરું કરવામાં આવ્યું છે. જો કે હાલ આ ફ્લાઇંગ કાર પ્રોટોટાઇપ છે અને હાલ તેની લૉન્ચનો કોઇ પ્લાન નથી.