અમેરિકામાં (America) ત્રણ વર્ષના બાળક ઓવેન થોમસન એક ખુબ જ દુર્લભ બીમારીથી (Rare disease) પીડાઈ રહ્યો છે. આ બીમારીને Beckwith-Wiedemann સિન્ડ્રોમ કહેવામાં આવે છે. આ એક એવી કન્ડીશન છે જ્યારે શરીરના કેટલાક અંગેમાં વધારે ગ્રોથ થવા લાગે છે. આ કંડીશન 15 હજાર બાળકો પૈકી એકમાં જોવા મળે છે. ઓવેનના કેસમાં આ તેની જીભને અસર કરી છે. તેની જીભ (Tongue) જન્મથી જ વધતી જાય છે. ઓવેનની જીભ સામાન્ય કરતા ચાર ગણી વધારે લાંબી છે.
ઓવેન જ્યારે પેદા થયો હતો ત્યારે માતા થેરેસાએ તેની જીભ અંગે ડોક્ટરોને પૂછ્યું હતું. ત્યારે ડોક્ટરે અવગણતા કહ્યું હતું કે, આની જીવ એટલા માટે લાંબી છે કારણે સોજો આવેલો છે. જોકે, થેરેસાની નર્સે કહ્યું હતું કે, આ મુદ્દે તપાસ કરવી જોઈએ. ત્યારબાદ ડોક્ટરોએ તપાસ શરૂ કરી અને ઓવેનની બીડબ્લ્યૂએસની સમસ્યા ડિટેક્ટ થઈ હતી.
ઓવેનની એક સર્જરી પણ થઈ ચૂકી છે. જેમાં ઓવેનની બે ઈંચ જીભને કાપવામાં આવી હતી. ત્યારબાદ ઓવેનને ઉંઘમાં શ્વાસ લેવાની સમસ્યા ખતમ થઈ ગઈ હતી. જોકે, ઓવલેને અત્યારે તેની જીભના કારણે કોઈ સમસ્યા નથી. ડોક્ટરોનું કહેવું છે કે જીભનો ગ્રોહ હજી પણ ઓછો થયો નથી. જોકે, એક સ્થાયી ઉપાયની શોધમાં છે જેનાથી બાળકના જીભનો ગ્રોથ ઓછો કરી શકાય. (તમામ તસવીરો @jam press @largerthanbws)