અખ્તર ઈમામના જણાવ્યા પ્રમાણે તેમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમયે હાથીએ તેમને બચાવ્યો હતો. પિસ્તોલ હાથમાં લઈને કેટલાક બદમાશ જ્યારે ઈમામના રૂમ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે હાથી તેને જોઈને બૂમો પાડવા લાગ્યો હતો. આ સમયે અખ્તરનીઉંઘ ઉડી ગઈ હતી. બૂમો પાડ્યા પછી બદમાશો ભાગી ગયા હતા. (તસવીર ANI)
તેમણે જણાવ્યું હતું કે મોટો પુત્ર મેરઝ ઉર્પે રિંકૂ દુર્વ્યવહારુ અને ખોટા રસ્તા ઉપર જતો જોઈને જ સંપતિથી બેદખલ કરી દીધો છે અને પત્નીના નામે અડધી સંપત્તિ લખી દીધી છે. પોતાના ભાગની લગભગ 5 કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ, ખેતર, મકાન અને બેન્ક બેલેન્સ બધી હાથીઓના નામે કરી દીધી છે. અખ્તરનું કહેવા પ્રમાણે જો બે હાથીઓનું મોત થાય છે તો બધી સંપતિ એરાવત સંસ્થાને મળી જશે. (પ્રતિકાત્મક તસવીર)