

વિક્ટોરીયાઃ ઓસ્ટ્રેલિયામાં (Austrelia) રહેનારો એક યુવક એક જ વર્ષમાં 23 બાળકોનો બાપ (father) બન્યો હોવાની ઘટના અત્યારે ચર્ચામાં છે. આ અંગે તપાસમાં પણ કરવામાં આવી રહી છે. એક યુવક એક જ વર્ષમાં 23 બાળકોના જૈવિક પિતા (Biological father) બની ચૂક્યો છે. અસલમાં શરુ શરુમાં શોખ માટે સ્પર્મ ડોનેટ કર્યું હતું. પરંતુ ત્યારબાદ આ યુવકે સ્પર્મ ડોનેટ (Sperm donate) કરવાની ફૂટ ટાઈમ જોબ બનાવી લીધી હતી. હવે આ યુવકની આ હરકતની તપાસ શરૂ થઈ ચૂકી છે.


આ મામલો ઓસ્ટ્રેલિયાનો છે. એલન ફાન નામના આ વ્યક્તીએ દેશમાં સ્પર્મ ડોનેટ કરવા માટે ખૂબ જ ચર્ચામાં આવી ચૂક્યો છે. યુવકનું કહેવું છે કે મહિલાઓ તેના નસ્લ અને સ્પર્મને હેલ્દી હોવાના કારણે ખૂબ જ પસંદ કરે છે.


ડેઈલી મેલના રિપોર્ટ પ્રમાણે એલન ખુદ બે બાળકોનો પિતા છે. પરંતુ તેને પ્રાઈવેટ રીતે સ્પર્મ ડોનેટ કરીને આશરે 23 બાળકો પૈદા કર્યા છે. આ રજિસ્ટર્ડ ફર્ટિલિટી સેન્ટમાં પણ સ્પર્મ ડોનેટ કરે છે.


ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં રહેનારા 40 વર્ષીય એલનની હવે તપાસ કરવામાં આવી રહી છે. કેટલીક ફર્ટિલીટી ક્લિનિકમા જ એલન અંગે ફરિયાદ કરી છે.


એલન ઉપર આરોપ છે કે તે તેણે કાયદેસરના ક્લિનિક ઉપરાંત સ્પર્મ ડોનેટ કર્યું અને નક્કી સીમાથી વધારે બાળકો પૈદા કર્યા છે. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં કાયદા અંતર્ગત એક પુરુષ માત્ર 10 ફેમિલી ક્રિએટ કરી શકે છે.