સામાન્ય રીતે આ તિરંગો આપણને સરકારી ઓફિસ, સ્કૂલ જેવી ઇમારતો પર જ દેખાય છે. પરંતુ આપણા દેશમાં એક એવું મંદિર છે જેના પર ભગવાની સાથે સાથે તિરંગો લહેરાય છે આપણા દેશમાં એક એવું મંદિર છે જેના પર ભગવાનની સાથે સાથે તિરંગો પણ લહેરાય છે.
2/ 6
આ મંદિર ઝારખંડની રાજધાની રાંચીમાં આવ્યું છે જેને લોકો પહાડી મંદિર તરીકે ઓળખે છે. આ મંદિર અંગે કહેવાય છે કે અહીં અંગ્રેજોના સમયમાં સ્વતંત્રતા સેનાનીઓને ફાંસી આપવામાં આવતી હતી.
3/ 6
રાંચી નાગ દેવતાનું નગર હોવાનું કહેવાય છે. અહીંની મૂળ રહેવાસી આદિવાસીઓના કુળ દેવતા પણ તે જ છે. એટલે આ મંદિરે આવતા દરેક શ્રદ્ધાળુ પહેલા નાગ દેવતાના મંદિરમાં પૂજા કરે છે પછી ભગવાન શંકરની પૂજા કરે છે.
4/ 6
ભગવાન શિવના આ મંદિરને પહાડી મંદિર નામથી ઓળખવામાં આવે છે. આ પહેલા નામ ટિરીબુરુ હતું પરંતુ અંગ્રેજોના સમયમાં આ જગ્યા ફાંસી ગરી કહેવાતી.
5/ 6
અહીં લોકો ભગવાન નહીં પરંતુ શહીદોના માનમાં મસ્તક નમાવે છે. આ મંદિરમાં એક પથ્થર છે જેના પર 14 અને 15 ઓગસ્ટની રાતે આઝાદીનો સંદેશો લખવામાં આવ્યો છે.
6/ 6
આ મંદિર દરિયાઈ સપાટીથી 2140 ફૂટ ઊંચાઈએ આવ્યું છે. જ્યારે જમીનથી તેની ઊંચાઈ 350 ફૂટ છે. મંદિર સુધી પહોંચવા માટે 468 સીડીઓ ચઢવી પડે છે.