દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ જેની સંપત્તિ અંદાજ આજ દિવસ સુધી નથી લગાવી શક્યા લોકો
ઈતિહાસકારો પ્રમાણે પશ્વિમી આફ્રિકામાં માલી સામ્રાજ્યના આ શાસકની પાસે એટલી સંપત્તી કે માઈક્રોસોફ્સ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ કે એમેઝોનના સીઈઓ જેફ બેઝોસની સંપત્તી પણ તેમની આગળ કંઈ ન ગણાય.


નવી દિલ્હીઃ દર વર્ષે અનેક મોટા મેગેજીન્સ દુનિયાના સૌથી અમિર લોકો (richest person in the world)નું લિસ્ટ તૈયાર કરે છે. લિસ્ટમાં અનેક નામ એજ રહે છે જ્યારે દર વર્ષે અનેક નામ નવા જોડાતા રહે છે. પરંતુ પ્રાચીન આફ્રિકાના રાજા મંસા મૂસા (Mansa Musa) અત્યાર સુધીના દુનિયાના અમિર લોકોમાં માનવામાં આવે છે. ઈતિહાસકારો પ્રમાણે પશ્વિમી આફ્રિકામાં માલી સામ્રાજ્યના આ શાસકની પાસે એટલી સંપત્તિ કે માઈક્રોસોફ્સ્ટના (Microsoft) ફાઉન્ડર બિલ ગેટ્સ (Bill Gates) કે એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ (Jeff Bezos)ની સંપત્તિ પણ તેમની આગળ કંઈ ન ગણાય. (પ્રતિકાત્કમ તસવીર)


બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે દુનિયાના સૌથી અમિર લોકોની યાદી તૈયાર કરી. જેમાં પ્રથમ નંબર ઉપર એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ છે. તેમની સંપત્તિ લગભગ 90 બિલિયન ડોલર આંકવામાં આવી છે. તેમણે આ સ્થાન બિલ ગેટ્સને પછાડીને હાંસલ કર્યું છે. જોકે, માનવામાં આવે છે કે મંસા મૂસા આ સમયમાં હોત તો તમની પ્રોપર્ટીની કિંમત આ બધાથી અનેક ગણી હોત. (પ્રતિકાત્કમ તસવીર)


મીઠાની ખાણ માટે જાણીતા દેશ માળી શાસક મૂસા પ્રથમ1312થી 1337 વચ્ચે અંહી શાસન કર્યુ હતું. તેમનું સરળ નામ મૂસા કીટા પ્રથમ હતું પરંતુ શાસક થયા પછી નામ મંસા મૂસા પ્રથમ થઈ ગયું મંસાનો મતલબ ત્યાની ભાષામાં બાદશાહ થાય છે. (પ્રતિકાત્કમ તસવીર)


તેમની સંપત્તી અંગે છાસવારે અનેક પ્રકારના કયાસ લગાવવામાં આવે છે. બીબીસીના એક ઈન્ટરવ્યૂાં યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એસોસિએટ પ્રોફેસર રુડોલ્ફ બુચ વેયરે કહ્યું હતું કે, મૂસાની પાસે એટલી ધન-દોલત હતી કે તેનું અત્યાર સુધી કોઈ મૂલ્ય કાઢી શકાયું નથી. જોકે, મૂસાના બાદશાહ બનવા પાછળ રસપ્રદ કહાની છે. (પ્રતિકાત્કમ તસવીર)


14મી સદીના ઈતિહાસકાર શૈબબ અલ ઉમર પ્રમાણે મૂસાનો મોટા ભાઈ જે સમગ્રાટની ગાદી ઉપર બેઠો હતો. તેને દુનિયા ફરવાનો શોખ હતો. તે જાણવા માંગતો હતો કે, એટલાન્ટિક પાછળ કઈ દુનિયા છે. એ શોધમાં તે 2000 જહાજોમાં સૈનિક, મહિલાઓ અને ગુલામો ભરીને નીકળી પડ્યો હતો. જે પછી ક્યારેય પાછો આવ્યો ન હતો. (પ્રતિકાત્કમ તસવીર)