

ઉત્તર પ્રદેશના ગોંડામાં ફિલ્મી જેવી જ ઘટના સામે આવી છે. અહીં વિભાગે જીવિત વૃદ્ધ શ્યામ બિહારીને મૃતક જાહેર કરી દીધા હતા. હવે વૃદ્ધ પોતાને કાગળમાં જીવતા કરાવવા માટે ઓફિસોના ધક્કા ખાઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે જો તેઓ કાગળ ઉપર જીવતા થઈ જાય તો 500 રૂપિયા મહિને વૃદ્ધ પેન્શન મળશે જેનાથી તેઓ જીવન ગુજારી શકે છે. કારણ કે વૃદ્ધને સેક્રેટરી, ગ્રામ પંચાયત અધિકારીએ કાગળ ઉપર મૃત જાહેર કરી દીધા હતા. આના કારણે તેમનું પેન્શન રોકાઈ ગયું છે.


આજતક વેબસાઈટમાં આવેલા આર્ટિકલ પ્રમાણે આ કહાની ગોંડાની પંડરી કૃપાલ બ્લોકના મુંડેરવા કલ ગામના 85 વર્ષીય વૃદ્ધ શ્યામ બિહારીની છે. વૃદ્ધ શ્યામ બિહારીનું કહેવું છે કે મને કાગળ ઉપર જીવતો કરવા માટે અનેક અરજી કરી પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી. શ્યામ બિહારી પ્રમાણે સમાજ કલ્યાણ વિભાગ તેમના ખાતામાં દર ત્રણ મહિને 1500 રૂપિયા મોકલી આપતા હતા. જેનાથી તેમનું ગુજરાન ચાલતું હતું.


જોકે, ત્રણ મહિના વિતવા છતાં પણ શ્યામ બિહારીનું પેન્શન આવ્યું નહીં. અને તેમને વિભાગથી જાણવા મળ્યું હતું કે, વૃદ્ધને કાગળ ઉપર મૃત જાહેર કરી દીધા હતા. આમ છતાં ચાલવામાં અસમર્થ વૃદ્ધ કાગળ ઉપર પોતાને જીવતા કરવા માટે અનેક વખત એપ્લીકેશન આપી રહ્યા છે. આ સંબંધમાં સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું કે અમે માનીએ છીએ કે વિકાસ અધિકારીથી ભૂલ થઈ છે.


બીજી તરફ સમાજ કલ્યાણ અધિકારી મોતી લાલે જણાવ્યું કે 6 જુલાઈ 2019થી પહેલા શ્યામ બિહારીનું વૃદ્ધ પેન્શન આપવામાં આવી રહ્યું હતું. પરંતુ ગ્રામ પંચાયત અધિકારીએ સત્યાપન સૂચી મોકલી તેમાં મૃત જાહેર કરી દીધી હતી. જેનાથી તેમનું પેન્શન રોકવામાં આવ્યું હતું.


હવે ગ્રામ પંચાયત અધિકારી વિરુદ્ધ એફઆઈઆર લખવાવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે ત્યારે વૃદ્ધને એ તારીખથી પેન્શન આપવામાં આવશે. બીજી તરફી વૃદ્ધ દ્વારા દેખાડવામાં આવેલા પરિવાર રજીસ્ટ્રેશન કોપીમાં પણ શ્યામ બિહારીનું નામ નોંધવામાં આવ્યું નથી. જેનાથી મે 2020થી રજૂ કર્યું છે કે ષડયંત્રનો અંદાજ લગાવી શકાય છે. (તમામ તસવીરો આજતક)