નવીન મેહર, ઘારઃ પોતાના બાળકને ભણાવવા માટેનો માતા-પિતામાં કેવો જુસ્સો હોય છે તેનું ઉત્તમ પરંતુ આંખો ભીની કરી દેનારું દ્રશ્ય મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ધારમાં (dhar) જોવા મળ્યું હતું. વ્યવસાયે મજૂર લાચાર પિતા સાઈકલ ઉપર 105 કિલોમીટરનો રસ્તો કાપીને પુત્રને પરીક્ષા (Exam) અપાવવા માટે પહોંચ્યો હતો. કોરોના વાયરસના કારણે (coronavirus effect) બસો અને સવારી ગાડીઓ બંધ હોવાના કારણે પિતાએ આ મુશ્કેલ રસ્તો સાઈકલ (cycle) ઉપર કાપ્યો હતો.
ત્રણ દિવસ ત્રણ પરીક્ષાઃ શોભારામ મધ્યપ્રદેશના ઘાર જિલ્લાના મુખ્યાલથી 105 કિલોમિટર દૂર બયડીપુરા ગામમાં રહે છે. તેમનો પુત્ર આશિષ 10માં ધોરણમાં (Std 10) ભણે છે. આ વર્ષે પરીક્ષામાં તેને સપ્લીમેન્ટ્રી આપી હતી. હવે ધોરણ 10ની સપ્લીમેન્ટ્રી પરીક્ષા ચાલું છે. આશિષને પરીક્ષા આપવા માટે જિલ્લા મુખ્યાલય ધારમાં જવાનું હતું. પરંતુ ત્યાં કેવી રીતે પહોંચ તે મોટો પ્રશ્ન હતો. કોરોનાના કારણે બસો બંધ હતી. કોઈ સવારી ગાડીઓ પણ ચાલું નથી. સમસ્યા વિકટ હતી અને સમય ઓછો હતો. જ્યારે કોઈ વાહન કે કોઈની પાસેથી મદદ ન મળી તો પિતા શોભારામે પુત્ર આશિષને પોતાની સાઈકલ ઉપર બેસાડીને પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવાનો નિર્ણય કર્યો હતો.
ખુલ્લા આકાશ નીચે આરામઃ ગરીબ પિતા શોભારામ પોતાના પુત્ર આશિષને સાઈકલ ઉપર બેસાડીને ધાર જવા માટે નીકળી પડ્યા. બંને પિતા-પુત્ર બપોરે ગામમાંથી રવાના થયા હતા. રસ્તામાં રાત થઈ ગઈ એટલા માટે તેમણે માંડુમાં રાત્રિ વિશ્રામ કર્યો હતો. બીજા દિવસે સવારે પરીક્ષા કેન્દ્ર પહોંચવા માટે વહેલી સવારે માંડૂથી ધાર માટે રવાના થયા હતા. પિતાની મહેનત સફળ થઈ અને આશિષ સમય પર પરીક્ષા કેન્દ્ર પહોંચી ગયો હતો. અને તેણે ધાર પહોંચીને પરીક્ષા આપી હતી.
પુત્ર પોતાની કોપી અને પુસ્તકોની સાથે બોરિયા બિસ્તર પકડીને સાઈકલ ઉપર પાછળ બેઠો રહ્યો હતો. આશિષનું કહેવું છે કે કોરોનાના આ સમયમાં જ્યારે કોઈના તરફથી મદદ ન મળી તો મને લાગ્યું કે હું પરીક્ષા નહીં આપી શકું. પરંતુ કઠીન હાલાતમાં પિતાએ નક્કી કર્યું કે તેઓ મારું એક વર્ષ ખરાબ નહીં થવા દે. આવી સ્થિતિ વચ્ચે અમે સંકલ્પ સાથે નીકળી પડ્યા હતા. તેઓ સમય ઉપર ધાર પહોંચી ગયા હતા. જોકે, શોભારામ અને આશિષની મુશ્કેલીઓ ત્યાં જ ખતમ ન થઈ. વરસાદી મોસમમાં ખુલા આકાશ નીચે રહેવું અને પરીક્ષાની તૈયારી કરવી કઠીન હતી. (પ્રતિકાત્મક તસવીર)