

સમુદ્રમાં જ્યારે આપણે દરિયામાં મોટા- મોટા તરતા જહાજો જોઇએ છીએ, આ જહાજો, ક્યારેક તે દરિયાના કિનારાથી દૂર થઈ જાય છે, અને ક્યારેક તેઓ પોતાના વજનથી ડૂબી જાય છે. વિશાળ જહાજો માલસામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જાય છે. તેમા ઘણાં પ્રકારના ધાતુ, અયસ્ક અને ખનિજ રેતી પણ લાવવામાં આવે છે.


પરિવહનની પ્રક્રિયા - અત્યાર સુધી અસંખ્ય જહાજો સમુદ્રમાં ડૂબી ચુક્યા છે. એક અંદાજ પ્રમાણે, દર વર્ષે આશરે 10 માલાવાહક જહાજો દરિયામાં ડૂબી જાય છે. અને આ જહાજો પર ચાલતા કામદારો પણ માર્યા જાય છે.


2015માં, 56 કિલો ટન માલવાહક જહાજ જ્યુપીટર દક્ષિણ-પશ્ચિમ વિયેટનામ નજીક ડૂબી ગયું હતું. આમાંના 19 કર્મચારીઓમાંથી માત્ર એક જ બચી શક્યો હતો. આ બનાવ બાદ, ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન (આઇએમઓ) એ કાર્ગો પર લોડ કરવામાં આવેલા એલ્યુમિનિયમની અયસ્ક બોકસાઇટ વિશે ચેતવણી આપી હતી.


માલસામાન ભરવામાં ભૂલ - હકીકતમાં, માલવાહક જહાજો પર માલ-સામાન લોડ કરતી વખતે ખાસ સાવચેતી રાખવાની જરૂર હોય છે. પરંતુ તે અવગણવામાં આવે છે. બેદરકારીથી માલ ભરવાના કારણે, જહાજ તેજીથી પાણીમાં વહી જાય છે, જેના કારણે અયસ્ક ખસી જાય છે.


તેનાથી જહાજના સંતુલન પર અસર થાય છે. પાણીના દબાણમાં વધારો થવાને કારણે જહાજના એક ભાગમાં માલ સંગ્રહિત થઇ જાય છે. જહાજ એક જ ખૂણા પર લાંબા સમય સુધી જુકેલુ રહે છે અને પાણી ભરાવાનું શરૂ થાય છે. એટલું જ નહીં, ઘણી વખત જહાજ પાણીમાં એટલું ડૂબી જાય કે દરિયાઇ પાણી આવવાનું શરૂ થઇ જાય છે અને જહાજને ડૂબવા માટે તેની ભૂમિકા ભજવે છે.


જહાજમાં માલ-સામાન કેવી રીતે રાખવો? - જો માલ ભરવાની રીતમાં થોડો ફેરફાર કરવામાં આવે, તો મોટા અકસ્માતોને રોકી શકાય છે. આ ઉપરાંત, માલ ભર્યા પહેલા જ તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે કયા અયસ્ક લાદવામાં આવે અને ક્યા નહીં. સાથે એ પણ જોવું જોઇએ કે પાણીમાં દબાણ થવા પર ક્યાં અયસ્કમાં ક્યા રાસાયણિક પરિવર્તન થશે.