હવે આ ચા પ્રેમી હાથીને જોવા માટે લોકો પણ આ દુકાન પર ભેગા થવા લાગ્યા છે. હાથીના ચા પ્રત્યેના આ પ્રેમને જોઈને દરેકને આનંદ થાય છે. હાથી રાજાનો દુકાનદાર પ્રત્યેનો પ્રેમ એવો પણ છે કે, તે દાલુમોદી ચોકમાં આવેલી આ દુકાનમાંથી જ ચા પીવાનું પસંદ કરે છે. જ્યારે કોઈ અન્ય ચા વેચનાર તેને ચા આપવાનો પ્રયત્ન કરે છે, ત્યારે હાથી રાજા સુંઘે છે અને આગળ વધી જાય છે. ત્યાં ચા પીતો નથી.