

નવી દિલ્હીઃ અંતરિક્ષ (Space)ની દુનિયામાં રસ દાખવનારા લોકો માટે સારા સમાચાર છે. 14 જુલાઈથી ભારતના આકાશમાં સી-2020 એફ 3 નામનો અનોખો ધૂમકેતૂ અછવા પૂચ્છલ તારો (Comet) 20 દિવસ સુધી દેખાશે. 14 જુલાઈથી દરરોજ ધૂમકેતૂને 20 મિનિટ સુધી જોઈ શકાશે. આ અનોખા ધૂમકેતૂને NEOWISE નામ આપવામાં આવ્યું છે. (તસવીરઃ- Bob Behnken twitter)


ઓડિશા તારામંડલના ઉપર નિદેશક ડો. શુભેન્દ્ર પટનાયકે જણાવ્યું કે નાસા નિયર અર્થ વાઈડ ફીલ્ડ ઈન્ફ્રારેડ સર્વે એક્સપ્લોરર ટેલિક્સોપ દ્વારા માર્ચમાં ધૂમકેતૂની શોધ કરી હતી. એવું અનુમાન છે કે આ ધૂમકેતૂ 22-23 જુલાઈએ પૃથ્વીની નજીક હશે. જોકે, આ આગામી સપ્તાહની શરુઆતમાં ઉત્તર પશ્વિમીના આકાશમાં દેખાશે. (તસવીરઃ- Bob Behnken twitter)


પટનાયક પ્રમાણે 14 જુલાઈથી NEOWISE ધૂમકેતૂ ઉત્તર પશ્વિમી આકાશમાં ચોખ્ખો દેખાશે. આગામી 20 દિવસો સુધી સૂર્યાસ્ત બાદ 20 મિનિટ સુધી રોજ દેખાશે. લોકો આને સીધી નજરે પણ જોઈ શકશે. (તસવીરઃ- Bob Behnken twitter)


તેમના પ્રમાણે 14 જુલાઈએ આ ધૂમકેતૂ ઉત્તર પશ્વિમી આકાશમાં નીચે તરફ દેખાશે. દરરોજ સાંજે આ આકાશમાં ઉપરની તરફ દેખાશે. ત્યારબાદ તેને લાંબા સમય સુધી જોઈ શકાશે. (તસવીરઃ- Bob Behnken twitter)


પટનાયકના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટમાં આ ધૂમકેતૂ ધીરે ધીરે દેખાવાનો બંધ થઈ જશે. ટેલીસ્કોપ અથવા દૂરબીન થકી આને જુલાઈ મહિનામાં જ ચોખ્ખો જોઈ શકાશે. NEOWISE અત્યારના સમયમાં પૃથ્વીથી લગભગ 20 કરોડ કિલોમીટર દૂર અંતરિક્ષમાં છે. 22 જુલાઈએ તે આપણા ગ્રહની સૌથી નજીક આવશે. ત્યારે આનું અંતર પૃથ્વીથી 10.3 કરોડ કલોમિટર હશે. (તસવીરઃ- Bob Behnken twitter)