ગત વર્ષે અનેક પ્રિન્સ અને ધનવાન લોકોને સેવન સ્ટાર હોટેલમાં નાણાની અનિયમિત્તાઓના આરોપમાં બંદી બનાવવામાં આવ્યા હતા, આ તમામ લોકો અંદાજે એક સપ્તાહ સુધી આ હોટેલમાં કેદ રહ્યાં હતા. પ્રિન્સ રાજવી પરિવારના અન્ય રાજકુમારોની જેમ વિદેશમાં ભણવા ન ગયા, તેઓએ સાઉદ્દી અરેબિયાની જ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. તેઓએ ગ્રેજ્યુએશન કરી પ્રાઇવેટ સેક્ટરમાં કામ કર્યું. ત્યારબાદ પિતાના સલાહકાર બની ગયા. જ્યારે તેઓ 30 વર્ષના હતા ત્યારે દેશના રક્ષા મંત્રી બની ગયા. યમન પર હુમલો કરી તેણે ઘુંટણીયે પાડી દીધું. હાલમાં જ પત્રકાર ખગોશીની હત્યાના આરોપ પણ આ પ્રિન્સ પર લાગ્યા હતા.
પ્રિન્સ મોહમ્મદ બિન સુલતાને ગત બે વર્ષમાં અનેક એવા કામ કર્યા જે તેમની છબિ ઉદ્દાર અને પ્રશાસક તરીકે ઉપસી હતી. સાઉદીમાં તેઓએ મહિલાઓ માટે અનેક નિર્ણયો લીધા તો 1970માં સાઉદ્દી અરેબિયામાં બંધ થિએટર પણ ફરીથી શરૂ કરાવ્યા. પ્રિન્સે સાઉદી અરેબિયામાં 500 બિલિયન ડોલરની સિલિકોન સિટી બનાવવાની જાહેરાત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રિન્સની વ્યક્તિગત સંપત્તિ ત્રણ બિલિયન ડોલરની છે, જ્યારે દર વર્ષે તેઓ 40 મિલિચન ડોલરની કમાણી કરે છે.