ભારતના એક બહાદુર સૈનિકનું (Brave soldier) નામ ઈતિહાસમાં (History) સ્વર્ણઅક્ષરોમાં લખાયું છે. માનવામાં આવે છે કે તેમની આત્મા આજે પણ દેશના પૂર્વી વિસ્તારની રક્ષા કરે છે. જો કોઈ સૈનિક ડ્યૂટી ઉપર ઉંઘતો મળે તો તેને લાફો મારીને જગાડે છે. આ શહીદ સૈનિકનું નામ જસવંત સિંહ રાવત છે. ઉત્તરાખંડના (Uttarakhand) રહેનારા આ સૈનિકે 1962માં ભારત-ચીન યુદ્ધ (India china war) દરમિયાને એકલા હાથે 72 કલાક સુધી લડાઈ કરી હતી. ત્યારબાદ તેઓ શહીદ થયા હતા. તેમની બહાદુરીના કહાનીઓ આજે પણ સેનામાં કહેવામાં આવે છે.
જસવંત સિંહ રાવતનો જન્મ 19 ઓગસ્ટે 1941ના દિવસે બાડ્યૂ પટ્ટી ખાટલીમાં થયો હતો. 16 ઓગસ્ટ 1960ના દિવસે ચોથી ગઢવાલ રાયફલ લેન્સડાઉનમાં ભરતી થયા હતા. તેમની ટ્રેનિંગના સમયે જ ચીનને ભારતના ઉત્તરી સીમા પર ઘૂસણખોરી કરી હતી. ધીરે-ધીરે ઉત્તરી પૂર્વી સીમા ઉપર યુદ્ધ શરુ કરી દીધું. સેનાને કૂચ કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. ચોથી ગઢવાલ રાયફલ નેફા ક્ષેત્રમાં ચીની આક્રમણનો જવાબ આપવા માટે નોકલવી હતી.
ભારતકોશ ડોટ આર્ગ વેબસાઈટ અનુસાર 17 નવેમ્બર 1962ના દિવસે જ્યારે ચોથી ગઢવાલ રાયફલને નેફા એટલે કે અરુણાચલ પ્રદેશ મોકલવામાં આવ્યુ ત્યારે જસવંત સિંહ રાવતની ટ્રેનિગ ખતમ થઈ હતી. તેમની પલટનને ત્વાંગ વૂ નદી ઉપર નૂરનાંગ પુલની સુરક્ષા માટે લગાવી હતી. ચીની સેનાએ હુમલો કર્યો હતો. આ સ્થાન 14000 ફૂટ ઉપર હતું. ચીની સેના તીડની માફક તૂટી પડી હતી.
જયવંત સિંહ રાવતે બહાદુરી દેખાડતા બેરેક નંબર 1, 2, 3, 4 અને 5થી સતત ગોળીઓ વરસાવતા રહ્યા હતા અને દુશ્મનોનો 72 કલાક સુધી રોકી રાખ્યા હતા. સ્થાનિક મહિલા શીલાએ તેમની ખૂબ જ મદદ કરી હતી. તેણે ગોળા બારુદ અને ખાધ્ય સામગ્રી સતત ઉપલબ્ધ કરાવતી રહી હતી. નેફાની જનતા જસવંત સિંહ રાવતને દેવતાના રૂપમાં પૂજે છે. તેમને મેજર સાહબ કહે છે. તેમના સમ્માનમાં જસવન્ત ગઢ પણ બનાવવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે તેમની આત્મા આજે પણ દેશ માટે સક્રિય છે.