સંતકબીરનગર: ઉત્તર પ્રદેશનાં સંતકબીરનગર (Santkabirnagar) જિલ્લામાં તે સમયે ગ્રામીણ ભયભીત થઇ ગયા, જ્યારે એક જ ઘરમાં એક સાથે 40 સાપ અને 90 ઇંડા મળી આવ્યાં. આ ઘટના અંગે ગ્રામીણોમાં દહેશતનો માહોલ થઇ ગયો હતો. ગ્રામીણે આ ઘટનાની સુચના સ્નેક રેસ્ક્યૂ ટીમને આપી છે. ઘણાં કલાકોનાં રેસ્ક્યૂ બાદ તમામ સાંપને પકડી લેવામાં આવ્યાં છે. સંપૂર્ણ મામલો સંતકબીરનગર જનપદનાં પડરહા ગામનો છે. જ્યાં એક ઘર માંથી આટલાં બધા સાંપ નીકળતાં રેસ્ક્યૂ ટીમને તેમને પકડવામાં કલાકો લાગી ગયા હતાં.
પરિવારનાં લોકોનું કહેવું છે કે, જ્યા સુધી ટીમ નહોતી આવી ત્યાં સુધી અમે લોકો ખુબજ ડરી ગયા હતાં. જે બાદ રેસ્ક્યૂ ટીમે સમય પર આવી અને એક એક કરીને સાંપને પકડવાનું શરૂ કર્યું. ગ્રામીણોનું કહેવું છે કે, જ્યારે એક જ ઘરમાં આટલાં સાંપ નીકળ્યાં તો ખબર નહીં ગામમાં કેટલાં સાપ હશે? જે અંગે ગ્રામજનોમાં હાલમાં ભયનો માહોલ છે.
સંતકબીરનગરનાં મહુલી થાનેનાં પડરહા ગામમાં એટલી મોટી સંખ્યામાં સાંપ મળી આવ્યાં છે કે ગ્રામજનોમાં હાલમાં ભયનો માહોલ છે. ગ્રામીણોએ જણાવ્યું કે, સાપ એટલી મોટી સંખ્યામાં હતાં કે તેમની ગણતરી કરવી મુશ્કેલ થઇ ગઇ હતી. તેમણે જણાવ્યું કે, હજુ તો આ એક જ ઘરમાં સાંપ નીકળ્યાં છે, તો હજુ વધુ પણ નીકળી શકે છે. રેસ્ક્યૂ ટીમનું કહેવું છે કે, જેટલાં પણ સાંપ હતાં તેમને પકડી લેવામાં આવ્યાં છે. જો ફરી સાંપ નીકળશે તો અમે ફરી તેમને પકડી લઇશું.