

વરસાદ આવવાના સાત દિવસ પહેલાજ મંદિરની છત પરથી પાણી ટપકવા લાગે છે. જેના આાધારે વરસાદ થાય છે. આ ઘટના કોઈ પણ સામાન્ય બિલ્ડિંગ અથવા મકાનમાં નહી પણ અહી થાય છે ભગવાન જગન્નાથના પ્રાચીન મંદિરમાં.


ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાથી અંદરના વિસ્તારમાં માત્ર ત્રણ કિલોમીટર દૂર એક ગામ આવેલુ છે. અહીં છે તડકામાં છત પરથી પાણીના ટીપાં અને વરસાદમાં છત પરથી પાણી ન ટપકવાનું રહસ્ય.


મોસમમાં જેમ જેમ વરસાદની શરૂઆત થાય છે, તેમ છત પરથી પાણી બંધ થઇ જાય છે. આ ઘટના આશ્ચર્યકારક છે પરંતુ સાચી છે.


છત ટપકવાથી થઇ જાય છે વરસાદની આગાહી- ગામલોકો જણાવે છે કે છ-સાત દિવસ પહેલા મંદિરની છત પરથી પાણી ટપકવા લાગે છે. એટલુ જ નહીં જે આકારના બિંદુઓ ટપકે છે તે આધારે વરસાદ શરૂ થાય છે. આશ્ચર્યજનક વાત એ છે કે જેમ વરસાદ શરૂ થાય છે તેમ છત સંપૂર્ણપણે અંદરથી સુકાઇ જાય છે.


વિજ્ઞાનીઓ પણ ન શોધી શક્યા રહસ્ય- મંદિરની પ્રાચીનતા તે છત ટપકવાના કારણે, મંદિરના પૂજારી જણાવે છે કે, પુરાતત્વ નિષ્ણાત અને વૈજ્ઞાનિકોએ સમજવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તેનુ રહસ્ય જાણી શકાયુ નહીં. અત્યાર સુધી એવું જાણવા મળ્યું છે કે 11 મી સદીમાં મંદિરની પુનઃસ્થાપના કરવામાં આવી હતી.