ગ્લોબલ વોર્મિગ સામે જાગૃતિ માટે વલસાડ સ્ટેશને પહોંચી સાયન્સ એક્ષપ્રેક્સ

વલસાડઃ વાતાવરણમાં થઈ રહેલા અવનવા ફેરફારને કારણે પર્યાવરણનું સંતુલન ખોરવાતા મનુષ્ય જીવન સામે ખતરો તોળાઇ રહ્યો છે. આધુનિક વિજ્ઞાન ની અવનવી શોધો  થકી પૃથ્વીના કુદરતી  સ્ત્રોતોનો  આડેધડ  ઉપયોગ કરતા  માનવો માટે  ખાતરાની ઘંટી વાગી ગઈ છે.ગ્લોબલ વોર્મિંગ જેવા ખતરા  તેમજ  વાતાવરણમાં  આવી રહેલ  અણધાર્યા  ફેરફારથી પ્રજા વાકેફ થઈ શકે તે માટે વલસાડ રેલવે સ્ટેશનના જવાહર ધક્કા પર સાયન્સ એક્ષપ્રેસ ટ્રેનનું આગમન થઈ ચૂકયું છે.ત્રણ દિવસ વલસાડ રેલ્વે સ્ટેસન પર આવેલી આ મોબાઈલ પ્રયોગશાળા  વિદ્યાર્થીઓ માટે જ્ઞાન નો ભંડાર સાબિત થઇ રહ્યો છે.