સુશાંત સિંહ રાજપૂતની મોત પર વાત કરતા રિયા ચક્રવર્તી (Rhea Chakraborty on Sushant Singh Rajput death)એ એક પેન્ટિંગ વિષે વાત કરી હતી. રિયાનું કહેવું હતુ કે યુરોપ ટ્રિપ દરમિયાન તે પેન્ટિંગ દેખ્યા પચી સુશાંત અસામાન્ય વ્યવહાર કરવા લાગ્યા હતા. આ પેન્ટિંગમાં શનિ તેવા નવજાત બાળકને ખાઇ રહ્યો હતો. (Saturn devouring his son). ખરેખરમાં આ ખૂબ જ મગજને ખરાબ કરે તેવી કલાકૃતિ છે. જો કે તમને જણાવી દઇએ કે વિશ્વભરમાં આવી કેટલીક ભયાનક પેન્ટિંગ્સ (haunted paintings) છે જેને પેરાનોર્મલ એક્ટિવિટના કારણે અજ્ઞાત સ્થળે સંતાડવામાં આવી છે. ત્યારે જાણો આવી ભૂતિયા તસવીરો વિષે.
યુક્રેનના કલાકાર સ્વેતલાના ટેલેટ્સે આમ તો એક સુંદર તસવીર બનાવી હતી જેને ખૂબ ખ્યાતિ પણ મળી. The Rain Woman નામના શીષર્ક સાથે બનાવવામાં આવેલી આ ચિત્રમાં એક સ્ત્રીની આકૃતિ છે. જે પેન્ટિંગ બનાવનાર ચિત્રકારે કહ્યું કે તેણે ખાલી 5 કલાકમાં આ ચિત્ર બનાવ્યું હતું. સ્વેતલાના કહ્યું કે તે સમયે લાગતું હતું કે કોઇ હાથ પકડીને મારાથી આ ચિત્ર બનાવી રહ્યું હોય. આ ચિત્રને અનેક લોકોએ ઊંચી કિંમતે ખરીદ્યું પણ થોડાક કલાક કે પછી થોડા દિવસમાં તે આ ચિત્રને પાછું આપી જતા. તે કહેતા કે આ ચિત્રને જોઇને તેમના ડ્રાઇંગરૂમમાં ઉદાસી છવાઇ જતી. તેમને ઊંધ નહતી આવતી અને તેમની સાથએ પેરાનોર્મલ વસ્તુઓ થતી હતી.
Love Letters Replica નામની એક પેન્ટિંગ પણ લોકોને ડરાવવા લાગી. આ ચિત્રમાં એક જોઇને પ્રેમમાં પડી જવાય તેની નાની બાળકી હાથમાં ગુલાબ લઇને ઊભી છે. અને તેના બીજા હાથમાં એક પત્ર છે. આ ચિત્ર પાછળની સાચી ઘટના તેવી માનવામાં આવી છે કે આ બાળક સમંથા હોસ્ટન છે અને તે અમેરિકી સીનેટરની પુત્રી હતી. પણ તે પગથિયા પરથ પડી ગઇ અને તેની મોત થઇ ગઇ. 1887માં તેની આ પેન્ટિંગ બનાવવામાં આવી હતી પણ પ્રદર્શનીમાં લાગ્યા પછી તેને ઝડપથી હટાવવામાં આવી. લોકોનું કહેવું છે કે આ પેન્ટિંગને 1 મિનિટથી વધુ જોવાથી તેના ભાવ બદલાતા દેખાય છે. અનેક લોકોએ આ પેન્ટિંગને જોયા પછી તે બાળકીને રમતી જોઇ છે.
કલાકાર લૌરા પીએ એક તસવીર The Stagecraft બનાવી હતી તેને પણ શ્રાપિત કહેવાય છે. એક ફોટોગ્રાફ પરથી આ તસવીર બનાવવામાં આવી હતી. પણ નવાઇની વાત છે કે કલાકારે આ પેન્ટિંગમાં ગાડી પાસે કોઇ માણસ નહતો બનાવ્યો પણ ચિત્રમાં અચાનક જ એક માણસ ઊભેલો જોવા મળ્યા. તે પછી આ ચિત્રને એક ઓફિસમાં લગાવવામાં આવ્યું. તો ત્યાંથઈ પેપર ગુમ થવા લાગ્યા અને આ ચિત્રને ખરીદનાર દરેકને આના કારણે મુશ્કેલી આવી હતી. લોકોને માથા વગરનો એક માણસ ફરતો દેખાવા લાગ્યો જે પછી આ ચિત્રને બાળી દેવામાં આવ્યું.
ઇટલીના કલાકાર બ્રુનો એમેડિયાએ અનાથ આશ્રમના બાળકોની તસવીરો બનાવી હતી. બીજા વિશ્વ યુદ્ધના સમયની આ વાત છે. ત્યારે આ બાળકની રોતી તસવીર એક ખરીદારે ખરીદી હતી અને તેને The crying boy નામ આપવામાં આવ્યું હતું. જે પછી બ્રિટનમાં તેને શ્રાપિત પેન્ટિંગ માનવામાં આવે છે. અને તેને રાખનાર લોકો જોડે અજીબો ગરીબ ઘટના થાય છે. વળી આના પ્રિન્ટ પણ જ્યાં હોય છે ત્યાં આગ લાગે છે. કહેવાય છે કે પેન્ટર બાળકને રડાવવા માટે તેની આંખો આંગળ માચીસની સળી જલાવી હતી.
The Anguished Manને દુનિયાની સૌથી ડરામણી અને ભૂતિયા પેન્ટિંગ કહેવાય છે. કહેવાય છે કે આ તસવીરને કલાકારે પોતાના કે કોઇના લોહીથી બનાવી છે. સીન રોબિન્સનને આ પેન્ટિંગ તેની મૃત દાદીની સંદૂકમાં મળી હતી. જે પછી તેને અનેક વાર અવાજો અને ઘરમાં અજીબ ચહેરા દેખાવા લાગ્યા. અને આ કારણે સીને આ પેન્ટિંગને કોઇ અજ્ઞાત સ્થળે છુપાવવાનું નક્કી કર્યું. જો કે તેને પ્રિન્ટ ઇન્ટરનેટ પર મળે છે. પણ તે સેફ છે તેમ મનાય છે (Photo- pinterest)