

નખશિશ સુંદરતા મેળવવાની ચાહત તો અનેક ને હોય છે પણ બધાનું નસીબ આટલું જોર નથી મારતું જેટલું આ રશિયન છોકરીનું છે. આ છોકરી એટલી સુંદર છે કે લોકો તેને જીવતી બાર્બી ડોલ કહેવા લાગ્યા છે. આટલું જ નહીં, તેનો પરિવાર પણ પુત્રીની આટલી સુંદરતાથી પણ પરેશાન છે, તેથી માતા-પિતા તેને ઘરની બહાર જ જવા દેતા નથી. (ફોટો સો ટ્વિટર)


ખરેખર, રશિયાની એન્જેલિકા કેનોવા એટલી સુંદર છે કે તેને જોઇને તમને તે કોઇ ઢંગલી જેવી જ લાગે. નાનપણથી જ એન્જેલિકા આટલી સુંદર હતી અને લોકો તેને ઢીંગલી કહેતા. હવે તે ત્રીસ વર્ષનો છે. પરંતુ તેની સુંદરતા આજે પણ અકબંધ છે. જેમ જેમ એન્જેલિકા મોટી થઈ, તેમ તેમ તેની સુંદરતા બમણી થઇ રહી હોય તેમ લાગે છે. હવે લોકો તેમને બાર્બી ડોલના નામથી બોલાવે છે. (ફોટો સો ટ્વિટર)


શરૂઆતમાં, એન્જેલિકાને આ બધુ ગમતું અને તે હંમેળા ઢંગલી જેવા કપડાં પહેરતી હતી, પરંતુ ધીમે ધીમે તેના મિત્રો તેમની સુંદરતાને કારણે તેમની અળગા થવા લાગ્યા. એવા ઘણા લોકો છે જે તેની પ્રશંસા કરે છે, તો બીજી તરફ તેવા પણ લોકો છે જે તેની ખૂબ મજાક ઉડાવે છે. અનેક લોકોએ તો ત્યાં સુધી કહ્યું કે આ સુંદરતા પ્લાસ્ટિક સર્જરીની દેન છે. અને આમ તે ખોટી રીતે પોતાને ડોલ સાબિત કરે છે. ફોટો સૌજન્ય ટ્વિટર


જો કે એન્જેલિકાનું કહેવું છે કે તેણે કોઈ પણ પ્રકારની સર્જરીનો નથી કરાવી અને તે સ્વાભાવિક રીતે આટલી સુંદર છે. વધુમાં તેની ડ્રેસિંગ સેન્સ એવી છે કે તે ઢંગલી જેવી લાગે. આ માટે તે મહેનત પણ ખૂબ કરે છે. આમાં કંઈ ખોટું નથી, પરંતુ લોકોને કોણે સમજાવે કારણે સુંદરતા પર તેમના જુદા જુદા મત છે. ફોટો સૌજન્ય ટ્વિટર


જ્યારે પણ એન્જેલિકા ઘરની બહાર નીકળે છે, ત્યારે લોકો તેને ટગર ટગર જોતા રહે છે. આજ કારણ છે કે હવે તે પોતાના જ ઘરની બહાર જતા ડરે છે. તેના માતાપિતા પણ તેમની પુત્રીને આ વાત સમજે છે અને તેની પુત્રીને બહાર જવાની ના પડે છે. એન્જેલિકાનું કહેવું છે કે લોકો માને છે કે મને એક રીતે કેદમાં રાખવામાં આવી છે, પરંતુ તે કહેવું ખોટું છે. તે મારા માતાપિતા છે. અને તે મારી સૌથી વધુ સંભાળ રાખે છે. ફોટો સૌજન્ય ઇન્સ્ટાગ્રામ