ટોક્યોઃ ફિલ્મોમાં તો તમે અનેકવાર ડાયનાસોર જોયા હશે, પરંતુ ક્યારેય હકિકતમાં ડાયનાસોર જોયા નહીં હોય. માનવામાં આવે છે કે હજારો વર્ષ પહેલા ડાયનાસોર લુપ્ત થઈ ગયા હતા.જો આપને ક્યાંય ડાયનાસોર જોવા મળે તો તે કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય. આવો જ નજારો જોવા મળે છે જાપાનની એક હોટલમાં જ્યાં માણસોને બદલે મહેમાનોનું સ્વાગત ડાયનાસોર કરે છે. હેન ના (Henn na) ચેની આ હોટલ દુનિયામાં અદ્ભૂત હોટલમાં સામેલ છે. હોટલનો દાવો છે કે તે દુનિયાની પહેલી હોટલ ચેઇન છે જેણે હોટલના સ્ટાફમાં રોબોટને સામેલ કર્યા છે. (તસવીર સૌજન્યઃ Instagram)
ન્યૂઝ એજન્સી એએફપી મુજબ, હોટલ રિસેપ્સન પર ઉપસ્થિત રોબો-ડાયનાસોરની જોડી ફિલ્મ જુરાસિક પાર્કના ડાયનાસોર જેવા દેખાય છે. આ રોબો-ડાયનાસોર એક ટેબ્લેટ સિસ્ટમથી ગેસ્ટટ ચેક-ઇન કરાવે છે. ટેબ્લેટ સિસ્ટમ દ્વારા ગેસ્ટને તેની અનુકૂળતા મુજબ ભાષા પસંદ કરવાનો પણ વિકલ્પ આપવામાં આવે છે. ટેબ્લેટ સિસ્ટમની મદદથી રોબોટ લોકોને જાપાની, અંગ્રેજી, ચીની કે કોરિયન તથા અન્ય અનેક ભાષાઓમાં વાતચીત કરે છે. (તસવીર સૌજન્યઃ Instagram)