

ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે લાખો લોકો સહભાગી બન્યા જેમાં કેટલાક એવા લોકો છે જેમણે મનમાં જ રામ મંદિર નિર્માણનો સંકલ્પ લીધો અને તપસ્યા કરી હતી. જેમાંથી એક જબલપુરના ઉર્મિલા ચતુર્વેદી છે. જેમણે છેલ્લા 28 વર્ષોથી સતત અન્નનો ત્યાગ કરીને વ્રત કર્યું હતું. આજે દેશભરમાં આ રામભક્ત શબરીના રૂપમાં ઓળખાય બનાવી ચૂક્યા છે. કળિયુગની શબરી ઉર્મિલા ચતુર્વેદીનો સંકલ્પ 28 વર્ષ બાદ પુરો થયો છે.


જબલપુરની રહેનારી 82 વર્ષીય ઉર્મિલા ચતુર્વેદીએ ભગવાન માટે સમર્પણની અનોખી મિસાલ કાયમ કરી છે. જેવી રીતે ભગવાન શ્રીરામ માટે શબરીએ તપસ્યા કરી હતી. એવી જ રીતે તેમણે 28 વર્ષ સુધી ભગવાન શ્રીરામના મંદિર નિર્માણ માટે કઠીન તપસ્યા કરી છે. આ કારણે તેમને કળિયુગની શબરી કહેવામાં આવે છે.


82 વર્ષીય ઉર્મિલા ચતુર્વેદી આજે ભલે ઉંમરના આ પડાવમાં આવીને નબળા દેખાઈ રહ્યા છે પરંતુ તેમના સંકલ્પ ખૂબ જ મજબૂત છે. છેલ્લા 28 વર્ષથી માત્ર એટલા માટે ઉપવાસ કર્યો હતો કે તે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનતું જોવા માંગતા હતા. તેમના આ સંકલ્પની કહાની પણ લાંબી છે.


આજતકમાં આવેલા આર્ટિકલ પ્રમાણે વર્ષ 1992માં જ્યારે કારસેવકોએ રામ જન્મભૂમિ ઉપર બનેલી બાબરી મસ્જીદનાં ઢાંચાને તોડી પાડ્યો હતો. ત્યારે ત્યાં ખૂની સંઘર્ષ થયો હતો. ત્યારે તેમણે સંકલ્પ કર્યો હતો અને જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ શરુ ન થઈ જાય ત્યાં સુધી અન્ન ગ્રહણ નહીં કરે.


રાજનીતિક ઈચ્છાશક્તિથી ઈતર ઉર્મિલા ચતુર્વેદીનો સંકલ્પ એટલો મજબૂત હતો કે તેમણે 1992 પછી ખન્ન ગ્રહ કર્યું નથી. તેઓ માત્ર ફળાહારથી જીવિત રહી છે. તેઓ છેલ્લા 28 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય.


જબલપુરના વિજયનગર વિસ્તારમાં રહેનારા ઉર્મિલા ચતુર્વેદીની ઉંમર આશરે 82 વર્ષ છે. વિવાદિત ઢાંચો તૂટવાથી દેશમાં હુલ્લડ અને ખૂન ખરાબો થયો હતો. હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ એક બીજાનું લોહી વહેવડાવ્યું હતું. આ બધો નજારો જોઈને ઉર્મલા ચતુર્વેદી ખૂબ જ દુઃખી થયા હતા. એ દિવસે તેમણે સંકલ્પ લીધો હતો કે હવે તેઓ અન્ન ત્યારે ખાશે જ્યારે દેશમાં ભાઈચારાની સાથે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાશે.


ઉર્મિલાએ રામ મંદિરના ભૂમિ પૂજનમાં ન પહોંચી શકવાનો અફસોસ જરૂર છે પરંતુ તેમણે ટીવી ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi) દ્વારા કરવામાં આવેલા ભૂમિ પૂજનનું સીધું પ્રસાર જોઈને એ મહેસૂસ કર્યું છે કે તેઓ પોતે અયોધ્યામાં હાજર છે અને પોતાની આંખો સામે જ મંદિર નિર્માણનું ભૂમિ પૂજન જોઈ રહી છે.