

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે જેના જીવનમાં સાચો પ્રેમ આવે, તેવું કોઇ આવે જેને તે પોતાનું કહી શકે અને પછી તે હંમેશા માટે એકબીજાના થઇને રહી જાય. આજ કારણ છે કે અનેક લોકો પોતાનો સાચો પ્રેમ મેળવવા માટે બનતા તમામ પ્રયાસો કરતા હોય છે. પણ હાલ એક વ્યક્તિએ પોતાનો સાચો પ્રેમ મેળવવા માટે પોતાની જાતને જ વેચી દીધી. 30 વર્ષના એલન ક્લેટન (Alan Clayton) લાંબા સમયથી સારા પ્રેમ અને સારા સાથીની શોધમાં એનલાઇન ડેટિંગ એપ અને ઓનલાઇન પ્રેમ શોધવાનો પ્રયાસ કરતા હતા. જો કે કંઇ મેળ ન પડ્યો તો તેણે ફેસબુક પર એક નવો જ તરીકે શોધ્યો. અને તેણે ગર્લફ્રેન્ડ શોધવા માટે પોતાની જાતને ફેસબુક પર વેચી લીધી (ફોટો સૌજન્ય ફેસબુક)


30 વર્ષના એલન પોતાને એક દસકાથી સિંગલ બતાવી રહ્યા છે. તેમને એડમાં પોતાને ફ્રી અને સારી હાલતમાં હોવાનું જણાવ્યું છે. આ એડ પછી તેમના ઇનબોક્સમાં મેસેજનું જાણે કે પૂર જ આવી ગયું છે. અનેક લોકો તેમને ગૂડ લૂક સાથે સંદેશો મોકલી રહ્યા છે. અને લોકો સાથે તેમને સારો મેચ પણ બતાવી રહ્યા છે. (ફોટો સૌજન્ય ફેસબુક)


તેણે ફેસબુક પર જે એડ આપી છે તેમાં લખ્યું છે કે હેલો લેડીઝ, હું એલન છું, હું 30 વર્ષનો છું. હું વાત કરવા માટે એક સારી મહિલાને શોધી રહ્યો છું. મારા અનેક લગ્નમાં જવાનું છે અને હું તેમાં એકલો જવા નથી ઇચ્છતો. મેં ડેટિંગ સાઇટ્સ પર પણ પ્રયાસ કર્યો પણ મારા ભાગ્યએ મારો સાથ ન આપ્યો. આ માટે હવે હું અહીં પોસ્ટ કરું છું. ક્લેટનની આ પોસ્ટ સાથે પોતાની કેટલીક તસવીરો પણ શેર કરી છે. જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે. (ફોટો સૌજન્ય ફેસબુક)


ઉલ્લેખનીય છે કે કેટરિંગમાં લૉરી ચલાવનાર એલન ક્લેટન હજી સુધી ખાલી એક જ ડેટ પર ગયો છે. અને તેમની તે ડેટ પણ સારું પરિણામ ના આપી શકી. જો કે તે ખૂબ જ આશાવાદી છે. અને જલ્દી જ પોતાના જીવનમાં પ્રેમનું આગમન થશે તેવો તેમને વિશ્વાસ છે. તેમણે કહ્યું કે મેં હજી હાર નથી માની હું મારા સાચા પ્રેમને શોધવા માટે પ્રયાસ કરતો રહીશ. (ફોટો સૌજન્ય ફેસબુક)


તેમણે કહ્યું કે સ્કૂલ લાઇફ પછી તે ભાગ્યે જ કોઇ સંબંધમાં પડ્યા છે. અને જલ્દી જ લગ્ન કરીને શેટલ થવા માંગે છે. અને તે પોતાના મિત્રોને સેટલ થતા જોઇને પોતાના સુખી ગૃહસ્થ જીવનના સપના જોઇ રહ્યા છે. અને આશા રાખી રહ્યા છે કે ભગવાન તેમના આ પ્રાર્થના જલ્દી સાંભળે અને તેમને કોઇ સારી ખુશખબરી આપે.<br />(પ્રતિકાત્મક તસવીર)