પાપુઆ ન્યુ ગિની (જેએનએન). તમે વારંવાર વિમાન લેડિંગ દરમિયાન થયેલા અકસ્માતો વિશે સાંભળ્યું હશે પરંતુ પ્રશાંત મહાસાગરના કિનારે સ્થિત પાપુઆ ન્યુ ગિનીમાં એક વિમાન આવી ઘટનાનું શિકાર થયું જેના વિશે તમે ન સાંભળ્યું હોય અને જોયુ પણ નહીં હોય.
2/ 6
માઇક્રોનેશિયામાં બોઇંગ 737-80 લેડિંગ કરવા માટે રનવે પર દોડી રહ્યુ હતુ. અચાનક વિમાન બેકાબૂ થઈ ગયું અને નજીકના સમુદ્રમાં ઘૂસી ગયુ.
3/ 6
સ્થાનિક મીડિયા અનુસાર, પ્લેન જોત જોતામાં રનવે પરથી લગભગ 160 મીટર આગળ સમુદ્રમાં પ્રેવશી ગયુ હતુ. પ્લેન જયારે સમુદ્રમાં લેન્ડ થયુ તો મુસાફરોની વચ્ચે હડકંપ મચ ગયો અને તેઓ ગભરાઇ થયા.
4/ 6
એક અધિકારીએ કહ્યું કે અકસ્માત દરમિયાન વિમાનમાં લગભગ 36 મુસાફરો અને 11 ક્રૂ મેબર્સ સવાર હતા. તેમણે કહ્યું કે તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
5/ 6
પોલીસ અધિકારી અનુસાર, વિમાન સવારે લગભગ 9.30 વાગ્યે લેન્ડ કરવાનું હતું. જ્યારે તે લેન્ડ કરતું હતું, તો રનવે પર રોક્યું નહી અને સીધુ જ ચાલતુ રહ્યં. વિમાન સીધુ સમુદ્રમાં જતા રોકાયુ હતુ. તે સમયે તમામ મુસાફર વિમાનમાં હાજર હતા.
6/ 6
આ ઘટના માઇક્રોનેશિયા વિસ્તારની છે. જ્યાં એર ન્યુ-ગીનીનું બોઇંગ 737-800 આ ઘટનાનું શિકાર થયું છે. તમામ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.