લખનૌઃ અત્યારના અધુનિક સમયમાં પણ અંધવિશ્વાસના (Superstition) કેસ જોવા મળે છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) પ્રકાશમાં આવ્યો છે. અહીં અંધવિશ્વાસના પગલે બે ભાઈઓ દ્વારા શિવલિંગ (shivling) પ્રાપ્તિ માટે ઘરની અંદર રૂમમાં તંત્ર વિદ્યા (Black Magic) કરવાની ઘટના સામે આવી છે. તંત્ર વિદ્યા દરમિયાન એક ભાઈનું મોત થયું હતું. જ્યારે બીજો ભાઈ પોતાના મૃતભાઈની લાશને અનેક દિવસો સુધી ઘરમાં રાખીને જીવીત કરવા માટે તંત્રવિદ્યા (Tantra Vidhya) કરતો રહ્યો હતો. જોકે, ગામના લોકોને શક જતાં પોલીસેને જાણ કરી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચીને ઘરની અંદર ઘૂસીને લાશનો કબ્જો લઈને બીજા ભાઈની ધરપકડ કરી હતી.
પાડોશીઓએ આ અંગેની જાણકારી પોલીસે આપી હતી. ત્યારબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને દરવાજો ખટખટાવ્યો હતો. જોકે, અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતા. પોલીસે દરવાજો તોડ્યો હતો. પોલીસે રૂમની અંદર જોયું તો બૃજેશની લાશ પડી હતી અને ફૂલચંદ તંત્ર સાધના કરી રહ્યો હતો. લાશમાંધી દુર્ગધ આવી રહી હતી એટલે તેનું પોસ્ટમોર્ટમ પણ કરવું મુશ્કેલ હતું.