ઔરંગાબાદઃ ટૂથબ્રશ તમે રોજ કરો છો પરંતુ જરા વિચારો કે ટૂથબ્રશ (Toothbrush) સીધું જ પેટમાં જતું રહે તો શું થાય. જોકે, તમને એવું લાગે કે આવું શક્ય નથી. પરંતુ ચોંકાવનારી ઘટના ઔરંગાબાદ સરકારી મેડિકલ કોલેજમાં (Aurangabad Government Medical College) સામે આવી છે. એક વ્યક્તિ બ્રશ કરતા સમયે ટૂથબ્રશ ગળી ગયો હતો. ત્યારબાદ તેની હાલત ગંભીર થઈ ગઈ હતી. જોકે, ઓપરેશન બાદ તેની તબીયત સ્થિર થઈ હતી.