મુરૈનાઃ એક 16 વર્ષના યુવકને અજીબ બીમારી (Strange illness) મળી ગઈ છે. આ યુવક છેલ્લા 18 મહિનાથી શૌચ કરવા ગયો નથી. એટલું જ નહીં આ યુવક રોજની 18થી 20 રોટલીઓ ખાય છે. અત્યાર સુધી તેને કોઈ જ તકલીફ નથી પડી રહી. પરંતુ તેમના પરિવારજનો આ વાતને લઈને ચિંતિત છે કે પોતાનુ પુત્ર કોઈ મોટી બિમારીનો શિકાર ન થઈ જાય. આ આશ્ચર્યજનક કિસ્સો મધ્ય પ્રદેશના (Madhya Pradesh) મુરૈના જિલ્લાનો છે.