લુઇસવિલે ટેક્સાસમા રહેનારી એક સુંદર નાની બાળકીના આ રસપ્રદ કહાની છે. આ બાળકી સાથે તબીબી ચમત્કાર થયો છે. તમને એ જાણીને નવાઇ લાગશે કે, આ બળકીનો બે વખત જન્મ થયો છે. અત્યારે આ બાળકી એક વર્ષની થઇ ગઇ છે. તે એકદમ સ્વસ્થ્ય છે. 2016માં ટેક્સાસમા રહેનારી એક માતા માગરેટ બોમર પોતાના ત્રીજા બાળકને જન્મ આપનારી હતી. તેમણે પોતાની નાજન્મેલી બાળકીનું નામ લિનલે રાખ્યું હતું. શરૂઆતમાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે, તે જુડવા બાળકોને જન્મ આપનારી છે. પરંતુ દુર્ભાગ્યવસ તેનો ગર્ભપાત થયો હતો.