અમેરિકાના (America) ટેક્સાસમાં (Texas) રહેતી ટિફનીએ (Tiffany) કાફેની ફૂલ ટાઇમ જોબ છોડીને કચરો વેણવાનું (Dumpster Diving)કામ શરૂ કર્યું છે. આ કામ અપનાવ્યા પછી તે (Mother Becomes Dumpster Diver)માલામાલ થઇ ગઈ છે. હવે ટિફનીની સપ્તાહ ભરની કમાણી 1 હજાર ડોલર એટલે કે લગભગ 74 હજાર રૂપિયા થઇ ચૂકી છે. (Credit- YouTube)
ટિફનીએ જણાવ્યું કે કચરો વીણવાનું કામ શરૂ કર્યા પછી તેના પરિવારની આર્થિક સ્થિતિ સુધરી છે. તે પોતાના બાળકોનું પાલન-પોષણ સારી રીતે કરી શકે છે. હવે તો તે પોતાના બાળકોને પણ કચરો વીણવા માટે સાથે લઇ જાય છે. તેને હાલમાં જ એક કોફી મશીન પણ કચરામાં મળ્યું હતું. જેને વેચીને તેણે સારી કમાણી કરી હતી. (Credit-@dumpsterdivingmama)