

ન્યૂયોર્કઃ કોરોના વાયરસે અત્યારે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કરોડો લોકો કોવિડ-19ની (covid-19) અડફેટે ચડ્યા છે. આવી સ્થિતિમાં અનેક અજીબોગરીબ ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવી જ એક ઘટના અમેરિકામાં પ્રકાશમાં આવી છે. કોરોના વાયરસ (coroanvirus) પોઝિટિવથી બીમારી દરમિયાન એક મહિલાએ (woman) પુત્રીને જન્મ આપ્યો (Giving birth) હતો. પરંતુ બીમારી દરમિયાન મહિલા ભૂલી ગઈ હતી સંક્રમિત થયા પહેલા તે ગર્ભવતી (Pregnant) હતી. કોરોનાના કારણે તેને કાર્ડિયાક અરેસ્ટ અને બ્રેઈન ઈન્જરી થવાના કારણે મહિલાના મગજને નુકસાન પહોંચ્યું છે. તેની યાદશક્તી જતી રહી છે.


અમેરિકાના બ્રુકલિનમાં રહેનારી 35 વર્ષીય સિલ્વિયા લીરોય (Sylvia Leroy) વ્યવસાયે નર્સ (Nurse) છે. તે 28 સપ્તાહની ગર્ભવતી હતી. જ્યારે તેને માર્ચના અંતમાં કોરોના થયો તો તેને હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવી પડી હતી.


કોરોનાની સારવાર દરમિયાન વેન્ટિલેટર પરથી હટાવ્યા બાદ મહિલાને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. ત્યારબાદ સિથિતિમાં સુધારો આવ્યા બાદ સી સેક્શન થતી તેણે પ્રીમેચ્યોર બેબીને જન્મ આપ્યો હતો.


આશરે 4 મિનિટ સુધી મગજને ઓક્સિજન ન મળવાના કારણે સિલ્વિયાને બ્રેઈન ઈન્જરીનો સામનો કરવો પડ્યો હતો. તેના કારણે તેની યાદશક્તીને નુકસાન પહોંચ્યું હતું. કોમામાંથી બહાર આવ્યા બાદ સિલ્વિયાને બિલકુલ યાદ ન હતું કે તે પહેલા ગર્ભવતી હતી. જોકે તેની પુત્રી 3 મહિનાની થઈ ચૂકી છે.