

લીલારંગનું યૉક કે પછી લીલા ઇંડા તમે જોયા છે? સપનામાં પણ અશક્ય લાગતી આ વાતને કેરળના એક માણસને શક્ય કરીને બતાવી છે. અને આ તસવીરો જોઇને તમે પણ આશ્ચર્યચક્તિ થઇ જાવ તો નવાઇ નહીં. ખરેખરમાં આ છે લીલારંગનું યૉકવાળું ઇંડું.. ધ પ્રિન્ટમાં છપાયેલી ખબર મુજબ આ અજીબ ઘટના કેરળના માલાપ્પુરમમાં રહેલા એક મરઘી ઉછેર કેન્દ્રના માલિકેને ત્યાં થઇ છે. કેરળના શિહાબુદ્દીનના પૉલ્ટ્રી ફાર્મમાં 7 તેવી મરધીઓ છે જે લીલારંગનું યોર્ક એટલે કે લીલા ઇંડા આપે છે.


વળી આ ઇંડાને બાફો કે પછી કાચા જ તોડો તેનો યોક એટલે કે ઇંડાની અંદરનો પીળો ભાગ લીલો જ રહે છે. અને લીલો જ દેખાય છે.


જો કે આ વાતની શરૂઆત 9 મહિના પહેલા થઇ. જ્યારે એક મરધીએ લીલા રંગના યૉર્ક વાળું ઇંડુ પહેલીવાર આપ્યું. શિહાબુદ્દીનને ભારે અચરજ થઇ પણ તેણે ઇંડામાંથી બચ્ચા આવવાની રાહ જોઇ. આ સરળ પ્રક્રિયા પરિપૂર્ણ થતા તેને આ ઇંડાનો ઉપયોગ અન્ય વસ્તુઓ માટે શરૂ કર્યો.


શરૂઆતમાં આ મરઘા ઉછેર કેન્દ્રમાં મરઘાને જે ભોજન અપાય છે તેના કારણે આવા લીલા ઇંડા નીકળતા હશે તેવું પણ મનાયું. પણ વાતમાં કંઇ તથ્ય સાબિત ના થયું. કારણ કે તે બીજા લોકો આપે તે જ હતું.


જો કે શિહાબુદ્દીનના મરઘા કેન્દ્રમાં બીજી જાતના મરઘા છે અને મનાય છે કે આ લીલા રંગના ઇંડા ક્રોસ બ્રિડના જીનેટિક ચેન્જના કારણે થયા છે. જો કે પ્રાણીઓના ડૉક્ટરે આ અજીબ લીલા ઇંડા પર વૈજ્ઞાનિક અધ્યન કરવાની વાત કરી છે.


વળી, મરધી પીળાના બદલે લીલા રંગનું યોર્ક આપે છે તે વાત શહેરમાં વિજળી વેગે ફેલાઇ ગઇ, અને લોકો આ નવા ઇંડા ખાવા અને જોવા માટે શિહાબુદ્દીનના ઘરની બહાર લાઇનો લગાવવા લાગ્યા. તેની મરઘીઓમાંથી 7 મરઘીઓ લીલા રંગના ઇંડા આપે છે.