

નવી દિલ્હીઃ દોસ્તી માત્ર શોલે ફિલ્મ જેવી જય-વીરુ વાળી નથી હોતી. કેટલાક લોકો જિંદગી ખતમ થયા બાદ પણ દોસ્તી નિભાવે છે. કંઈક આવો જ કિસ્સો ચેન્નાઈમાં (Chennai) થયો છે જ્યાં દોસ્તના મોત બાદ બીજા મિત્રોએ લોકડાઉન દરમિયા 3000 કિલોમીટર યાત્રા કરીને લાશને મિઝોરમ (Mizoram) તેમના પરિવાર પાસે અંતિમ દર્શન માટે પહોંચાડી હતી. (બધી તસવીરો ટ્વીટર ઉપરથી)


મિઝોરમના રહેનારા 28 વર્ષીય યુવક વિવિયન લાલરેમસાંગાનું 23 એપ્રિલે ચેન્નાઈમાં હાર્ટ એટકેના કારણે મોત થયું હતું. વિવિયનના દોસ્ત એવીએલ માલછનિમાએ પરિવારજનોના અંતિમ દર્શન માટે તેના પાર્થિવ દેહને 3000 હજાર કિલોમિટર દૂર મિઝોરમ પહોંચાડવાનું નક્કી કર્યું હતું. જેમાં તેમનો બે એમ્બ્યુલન્સ ડ્રાઈવરો જેયંતિજરન અને ચિન્નાથંબીએ સાથ આપ્યો હતો.


બંને એમ્બ્યુલન્સ ડ્રાઈવરોએ સતત 84 કલાક સુધી ડ્રાઈવિંગ કરીને ચાર દિવસમાં ચેન્નાઈથી મિઝોરમની રાઝધાની આઈઝોલ પહોંચ્યા હતા.


આઈઝોલ પહોંચ્યા બાદ દોસ્તને લાલરેમસાંગાના પાર્થિવ દેહને તેમના પરિવારજનોને સોંપી દીધો હતો. આ પ્રક્રિયા દમિયાન ત્રણ લોકોએ સોશિયલ ડિસ્ટેસિંગનું પાવણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે લાલરેમસાંગાનું 23 એપ્રિલે ચેન્નાઈમાં નિધન થયું હતું.


એમ્બ્યુલન્સ મિઝોરમ પહોંચતાની સાથે લોકોએ તાળી વગાડીને બંને ડ્રાઈવરો અને મૃતકના દોસ્તનું સ્વાગત કર્યું હતું. લોકોએ દિલ ખોલીને બંને ડ્રાઈવરોનાવખાણ કર્યા હતા.