OMG story: અત્યારના સમયમાં અજબ ગજબ કિસ્સાઓ (Ajab-Gajab case) વિશ્વભરમાંથી છાસવારે સામે આવતા રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો અમેરિકાના (America news) નોર્થ કેરોલિનામાંથી પ્રકાશમાં આવ્યો હતો. અમેરિકાના નોર્થ કેરોલિનામાં (North Carolina) રહેતી 26 વર્ષીય બ્રિટની જૈકબ્સે (Britney Jacobs) જ્યારે પોતાના બાળકને જન્મ આપ્યો ત્યારે તેને લાગ્યું કે, તે ખૂબ અજીબ સ્થિતિમાં છે. હકીકતે બ્રિટનીને 2 વજાઈના અને 2 યુટેરસ છે. ચોંકાવનારી વાત એ છે કે, તેણે જ્યારે પોતાના દીકરાને જન્મ આપ્યો ત્યારે જ તેને પોતાની આ કંડિશન અંગે જાણ થઈ. (All photos credit: jam press @britisburg)
બ્રિટની ગત વર્ષે પ્રેગનેન્ટ હતી અને પોતાના બાળકનો નેચરલ બર્થ ઈચ્છતી હતી. તેના માટે એ ખૂબ જ તકલીફજનક બની રહ્યું. હકીકતે વજાઈનામાં સેપ્ટમના કારણે તેને તે મુશ્કેલી અનુભવાઈ રહી હતી. તે સેપ્ટમના કારણે તેની વજાઈના 2 સેક્શનમાં વહેંચાઈ જતી હતી. 2 વજાઈના હોય તેવી મેડિકલ કંડિશનને uterine didelphys જે ખૂબ દુર્લભ છે અને અમેરિકામાં 1 ટકા કરતા પણ ઓછી મહિલાઓમાં આ કંડિશન જોવા મળે છે.
બ્રિટનીને પોતાના પતિ સાથે સંબંધ બાંધતી વખતે પણ ખૂબ તકલીફ થતી હતી. તે ડોક્ટર્સ પાસે જતી અને પોતાની સમસ્યા જણાવતી તો ડોક્ટર્સ તેને નજરઅંદાજ કરી દેતા હતા અને સંબંધ બાંધતા પહેલા રિલેક્સ રહેવા કહેતા હતા. બ્રિટનીએ જણાવ્યું કે, તેની કંડિશનને જન્મ દોષ માનવામાં આવે છે પરંતુ તે ખૂબ હેરાન કરી મુકનારી બાબત છે કે, અનેક ડોક્ટર્સ યુટેરસની અસામાન્યતાને લઈ અજાણ છે. આ કારણે તેણે પોતાની કંડિશનને લઈ રિસર્ચ આર્ટિકલ જોવા પડ્યા અને તેના જેવી સમસ્યાઓ ધરાવતા લોકો સાથે વાત કરવી પડી.
હાલ બ્રિટની પોતાની આ કંડિશન અંગે ટિકટોક વીડિયોઝ બનાવે છે અને લોકોને જાગૃત કરે છે. તેનો વીડિયો જોયા બાદ એક વ્યક્તિએ પોતાની પત્ની પણ આવી જ સમસ્યા ધરાવતી હતી અને તેને પણ ડિલિવરી વખતે જ આ અંગે જાણ થઈ હોવાનું જણાવ્યું હતું. જોકે સર્જરી દરમિયાન તેની પત્ની મૃત્યુ પામી હતી અને તેમનું બાળક પણ નહોતું બચી શક્યું.