આપણા સૌરમંડળમાં ગ્રહો (Planets) એકબીજાથી ઘણા દૂર છે. છતાં પણ એસ્ટરોઇડ (ASteroid) પૃથ્વીની કક્ષામાં આવી જાય છે અને તેના અથડાવાની દહેશત વધી જાય છે. આમ તો, આવા એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાય તેવું ભાગ્યે જ બને છે. તે વાતાવરણમાં પ્રવેશ કરે અને પૃથ્વી સુધી પહોંચે તેવી શક્યતા ઓછી હોય છે. પરંતુ તે ક્યારેય અથડાશે જ નહીં તેવું વિશ્વાસ સાથે ન કહી શકાય. જેથી કોઈપણ પ્રકારના ખતરા સામે લડવા માટે નાસાએ એક ખાસ પ્રકારનો ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. જેનાથી પૃથ્વી સાથે અથડાતા એસ્ટરોઇડથી છુટકારો મળી શકે છે. પ્રતીકાત્મક તસવીર
નાસાએ (NASA) આ નવા મિશનનું નામ ડબલ એસ્ટરોઇડ રિડાયરેક્શન ટેસ્ટ(DART) રાખ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ ખાસ સુરક્ષા પરીક્ષણ કરવાનો છે. તે માટે નાસાએ કાઇનેટિક એનર્જી ઇન્પેકટર ટેકનીકનો પ્રયોગ કરવાનું નક્કી કર્યું છે. જે એસ્ટરોઇડ સાથે એવી રીતે અથડાશે કે તેનો રસ્તો બદલાઈ જશે અને તેની પૃથ્વી સાથે ટક્કર નહીં થાય.<br /> આ મિશનનો ઉદ્દેશ્ય એવું સુરક્ષા તંત્ર બનાવવાનું છે, જે અંતરિક્ષમાં જ આવા એસ્ટરોઇડની દિશાને બદલી શકવા સક્ષમ હોય. નાસા એસ્ટરોઇડ સાથે માનવ વગરના અંતરિક્ષ યાનની ટક્કર કરાવશે. નાસાના આ મિશનનું લાઈવ પ્રદર્શન પણ જોઈ શકાય તે માટે ગોઠવણ થઈ શકે છે.
આ ટેસ્ટ કેલિફોર્નિયાના વૈડનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ ખાતેથી થશે. જેમાં સ્પેસ એક્સના ફાલ્કન 9 રોકેટ દ્વારા મુનલેટ ડિડીમોસને એસ્ટરોઇડ તરફ મોકલવામાં આવશે. લાખો કિલોમીટરની સફર ખેડી અંતરિક્ષમાં ડિડીમોસ એસ્ટરોઇડ સાથે અથડાશે. નાસા આ સાથે નાનું અંતરિક્ષ યાન પણ મોકલશે, જે ડાર્ટથી અલગ થઈ આ ઘટનાના લાઈવ પ્રસારણ માટે તસ્વીરો લેશે. આ તસવીરોનો ઉપયોગ વાસ્તવિક સમયે જ થયેલી ટક્કરના અધ્યયન માટે કરવામાં આવશે. જો આ પરિક્ષણ સફળ થઈ જશે તો, ભવિષ્યમાં પૃથ્વીને હાનિકારક એસ્ટરોઇડથી હંમેશા માટે બચાવી શકાશે. પ્રતીકાત્મક તસવીર
નાસાએ પોતાની વેબસાઈટમાં જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, તે આ યોજના પર કામ કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ડાર્ટ અંતરિક્ષ યાન પોતાને 6.6 કિલો મીટર પ્રતિ સેકન્ડના દરથી મુનલેટ સાથે અથડાઈને કાઈનેટિક ઈંપેક્ટ ડીફલેકશન મેળવશે. જેમાં ડાર્કો નામનો કેમેરો અને વિશિષ્ટ ઓટોમેટીક નેવિગેશન સોફ્ટવેરની મદદ લેવાશે. પ્રતિકાત્મક તસવીર
આ મિશનનું લોન્ચિંગ નવેમ્બર 2021ની આસપાસ થશે. ત્યારબાદ સ્પેસ ફાલ્કન 9 2022માં સપ્ટેમ્બર સુધીમાં ઉલ્કા સાથે ટકરાશે. નોંધનીય છે કે, હાલ પૃથ્વી સાથે એસ્ટરોઇડ ટકરાવાની દહેશત વધી હોય તેવું નથી. પરંતુ તે અથડાય તેવો ભય હંમેશા રહે છે. આ માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો મત પણ વ્યક્ત થયો છે.<br /> પ્રતિકાત્મક તસવીર